Gujarat

‘સ્વાગત’ના માધ્યમથી બાંધકામ પરવાનગીની મંજૂરી મળવાની મળી ખાતરી: અરજદાર શ્રી સોહિલ સિદ્દીકીએ ગુજરાત સરકાર અને જિલ્લા વહીવટી તંત્રનો માન્ય આભાર

સ્વાગત કાર્યક્રમના માધ્યમથી જૂનાગઢના સોહિલભાઈ સિદ્દીકીનો બાંધકામ પરવાનગીની મંજૂરીનો પ્રશ્ન હલ થતા તેમણે જિલ્લા વહીવટી તંત્ર અને ગુજરાત સરકારનો આભાર માન્યો છે.

સોહિલભાઈ સિદ્દીકીએ જણાવ્યું કે, કોઈ કારણોસર બાંધકામની મંજૂરી અટકી પડી હતી. આ પ્રશ્નનું જિલ્લા કક્ષાના સ્વાગત કાર્યક્રમમાં રજૂ કરતા તેનું નિવારણ થયું છે. કલેક્ટરશ્રીએ બાંધકામની પરવાનગી મંજૂરી આપવા માટે સંબંધી અધિકારીઓને સૂચના આપી છે. આમ, સ્વાગત કાર્યક્રમના મધ્યમથી મારા પ્રશ્નનો હકારાત્મક નિરાકરણ થયું છે. તેમણે આ કાર્યક્રમને કોરોનાકાળ પછી ફરી વેગવાન બનાવવા માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો પણ આભાર વ્યક્ત કર્યો હતો.

sohol-siddiki.jpeg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *