Gujarat

અમરેલીના વડીયા સુરવડેમનો અડધો દરવાજાે ખોલાયો, ચેકડેમો ભરાશે

અમરેલી
અમરેલી જિલ્લામાં ઉનાળાની શરૂઆત થતા જ ખેડૂતોને પાણીની જરૂરિયાત ઉભી થઇ છે વડીયા નજીક ગ્રામ્ય વિસ્તારમા આવેલ ખેડૂતો દ્વારા સ્થાનિક ધારસભ્ય અને વિધાન સભાન નાયબ દંડક કૌશીક વેકરીયાને રજૂઆતો કરવામાં આવી હતી જેના કારણે આજે સુરવોડેમનો ચીંચાઈ વિભાગ દ્વારા ૧ અડધો દરવાજાે ખોલી ખેડૂતોને ૫ કલાક માટે પાણી આપવામાં આવશે જેના કારણે નદીના ચેકડેમો ભરાશે અને ખેડુરોને પાણીના તળ ફરી ઊંડા જશે જેના કારણે ઉનાળુ પાકને જીવનદાન મળશે ૧૦ મિલિયન ધનફૂટ પાણી આપવામાં આવ્યું છે જે ચારણીયા સહિત ગામડાના ખેડૂતોને રાહત મળશે જેના કારણે આ વિસ્તારમાં ખેડૂતોની જમીનના તર પાણીથી ખૂબ ઉંચા આવશે ચોમાસા દરમ્યાન સુરવોડેમ ૧૦૦% ભરાયો હતો અને બે વખત ઓવરફ્લો થયો હતો હાલમાં માત્ર ૩૫% પાણીનો સ્ત્રોત છે જેના કારણે આવતા દિવસોમાં ભર ઉનાળાની કાળઝાળ ગરમી અને આકરા તાપમાન વચ્ચે આ વિસ્તારમાં પાણીની મોટી સમસ્યા સર્જાય શકે છે ખેડૂતોને હજુ પણ આવતા દિવસોમાં પાણીની જરૂરીયાત ઉભી થય શકે છે જેના કારણે મુશ્કેલી પણ સર્જાય શકે છે. ધારાસભ્ય કૌશીક વેકરીયા દ્વારા થોડા દિવસો પહેલા વડીયા વિસ્તારમાં ગ્રામ્ય પ્રવાસ દરમ્યાન ખેડૂતો દ્વારા રજૂઆતો કરવામાં આવી હતી જેના કારણે કૌશીક વેકરીયા દ્વારા ચીંચાઈ વિભાગને રજૂઆતો કરી સૂચના આપતા ખેડૂતોના પાકમાં ખૂબ મોટી રાહત અને મોટો ફાયદો થયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *