અમરેલી ના વડિયા માં સુજલામ સુફલામ અંતર્ગત ખેડૂતો દ્વારા માટી, કાપ, મોરામ ઉપાડવાનું શરુ કરાયું
પૂર્વ સરપંચ છગન ઢોલરીયા દ્વારા શ્રીફળ વધેરી કરાઈ શરૂવાત
અમરેલી જિલ્લા ના વડિયા માં રાજ્ય સરકારની સુજલામ સુફલામ યોજના દ્વારા જમીનમાં વરસાદી પાણીનો સંગ્રહ વધે અને ખેડૂતો ને જમીન ફળદ્રુપતા વધારવા માટી, કાપ અને મોરામ કે જે નદી, ડેમ, ચેકડેમ, વોકળા માં વરસાદી પાણી સાથે જમા થાય છે તે જેસીબી થી ઉપાડી એક સાથે બે ફાયદા રૂપી આ યોજના અમલ માં મુકવામાં આવી છે. આ યોજના અંતર્ગત જિલ્લા પંચાયત ના સિંચાઈ વિભાગ દ્વારા મંજૂરી લઈ ને ખેડૂતોને માટી, કાપ અને મોરામ ઉપાડવાની છૂટ અપાઈ રહી છે ત્યારે વડિયાના જાગૃત નાગરિક એવા વ્યવસાયે ખેડૂત એવા પૂર્વ સરપંચ છગન ઢોલરીયા દ્વારા ખેડૂતલક્ષી મંજૂરી લઈ વડિયામાં જેસીબી મશીન અને ટ્રેક્ટર ની મદદ થી શ્રીફળ વધેરી ખેડૂતો માટે કાપ ઉપાડવાનું શરુ કર્યું હતુ.જેનો લાભ સ્થાનિક અને ગ્રામીણ વિસ્તાર ના ખેડૂતોને પોતાની જમીન સુધારણા માટે થશે.




