ખેડૂતો ની રજૂઆત ને ધ્યાનમાં રાખીને ગુજરાત વિધાનસભા ના નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરીયા એ સરકારમાં રજુઆત કરી કે ગુજરાત મા ખેડૂતો ને મીની ટ્રેક્ટર ની લારી અને સનેડો લેવા માટે સબસિડી નથી મળતી અને સબસિડી માટે ડ્રો સિસ્ટમ છે તે નાબુદ કરવામાં આવે
ત્યારે હવે થી ખેડૂતો ને ટ્રેક્ટર ની અને સનેડો લેવા માટે હવેથી સબસિડી મળશે તેમજ ટ્રેક્ટર ની સબસિડી મેળવવા માટે ડ્રો સિસ્ટમ હતી તે બંધ કરાવી દીધી છે
વડિયા કુંકાવાવ અમરેલી વિધાનસભા 95 ના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભા ના નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરીયા એ ગ્રામ્ય લેવલે યોજેલા લોકદરબારોમાં ખેડૂતોની માંગ પ્રમાણે સરકારમાં રજુઆત કરી હતી ત્યારે આ તમામ રજુઆતો ને સરકારે ધ્યાનમાં લઈ ને પેલી માર્ચ થી અમલવારી કરવામાં આવશે
વડિયા કુંકાવાવ તાલુકાના ખેડૂતો વતી વડિયા કુંકાવાવ તાલુકા ભાજપ મહામંત્રી શૈલેષભાઈ ઠુંમર ગુજરાત વિધાનસભા ના નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરીયા ને રજુઆત કરી હતી
વિધાનસભા 95 ના ધારાસભ્ય અને રાજ્યના મુખ્ય દંડક એવા કૌશિક વેકરીયા એ ચૂંટણી જીત્યા બાદ ગ્રામ્ય લેવલે લોકોના પ્રશ્નોને વાચા આપવા માટેથી ગામો ગામ લોક દરબારોનું આયોજન કર્યું હતું. આ લોક દરબાર છેલ્લા બે મહિનાથી શરૂ હતા ત્યારે ગ્રામ્ય લેવલે થી ખેડૂતોની એક જ રજૂઆતો મળી રહી હતી કે ખેડૂતોને મીની ટ્રેકટર ની લારી લેવામાં સબસીડી મળતી નથી તેમ જ સનેડામાં પણ સબસીડી મળતી નથી તેમ જ ટ્રેક્ટરની સબસીડી માટે ડ્રો સિસ્ટમ થાય છે. એમને પણ નાબૂદ કરવામાં આવે માટેની ખેડૂતોની રજૂઆતો મળી રહી હતી જ્યારે આ ખેડૂતોની તમામ રજૂઆતો ને સાંભળી રાજ્યના મુખ્ય દંડક અને વિધાનસભા 95 ના ધારાસભ્ય એવા કૌશિકભાઈ વેકરીયા એ સરકારમાં રજૂઆત કરી અને આ રજૂઆતને ધ્યાને લઈ સરકારે આ બજેટમાં મીની ટેકટર ની લારી લેવામાં સબસીડી હવેથી આપવામાં આવશે તેમજ સનેડામાં પણ સબસીડી આપવામાં આવશે તેમજ ટ્રેક્ટરની સબસીડી માટે ડ્રો સિસ્ટમ થતી હતી એ પણ બંધ કરાવી દીધી છે ત્યારે આ ખેડૂતોની જે રજૂઆતો હતી એ રજૂઆતો સરકારે પણ ધ્યાને લઈને પેલી માર્ચથી અમલમાં મૂકવામાં આવશે ત્યારે નવનિયુક્ત ચુંટાયેલા વિધાનસભા 95 ના ધારાસભ્ય અને રાજ્યના મુખ્ય નાયક દંડક કૌશિકભાઈ વેકરીયા નો વિધાનસભા 95 ના તમામ ખેડૂતોએ આભાર વ્યક્ત કર્યો હતો તેવું વડિયા કુંકાવાવ તાલુકા ભાજપ મહામંત્રી શૈલેષભાઈ ઠુંમર જણાવ્યું હતું


