ગુજરાત સરકારીશ્રી દ્વારા ગુજરાતના નાગરીકોને આપવામાં આવતી ઓનલાઇન સેવાઓમાં વધારો કરી, વાહન ચોરી કે મોબાઇલ ચોરી થયા અંગેની ફરીયાદ કરવા પોલીસ સ્ટેશનમાં જવુ ન પડે, અને ઘરે બેઠા ફરીયાદ કરી શકાય તે માટે સીટીઝન પોર્ટલ અથવા સીટીઝન ફર્સ્ટ મોબાઇલ એપ મારફતે ફરીયાદ કરવા e-FIR ની સુવિધાનો પ્રારંભ કરવામાં આવેલ છે. જે અન્વયે પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી સાહેબશ્રી, ગુજરાત રાજય, ગાંધીનગર નાઓએ સરકારશ્રીની આ યોજનાનો લાભ લેવા નાગરીકો દ્વારા વાહન ચોરી કે મોબાઇલ ચોરી અંગે દાખલ કરવામાં આવતી e-FIR અન્વયે સુચનો અને માર્ગદર્શિકા જાહેર કરવામાં આવેલ છે.
ગુનાની વિગતઃ-
ગઇ તા.૦૯/૦૯/૨૦૨૨ ના રોજ ભગુભાઇ દાનાભાઇ મકવાણા, ઉ.વ.૫૧, રહે.શીવડ, તા.ધારી, જિ.અમરેલી વાળા અમરેલી, નાગનાથ મંદિર પાસે, નાના બસ સ્ટેન્ડ બસની રાહ જોઇ ઉભા હતા, તે દરમિયાન બસ આવતા બસમાં ચડતી વખતે શર્ટના ખીસ્સામાં રાખેલ પોતાનો મોબાઇલ ફોન કિં.રૂ.૫,૦૦૦/- નો કોઇ અજાણ્યો ચોર ઇસમ ચોરી કરી લઇ ગયેલ હોય, જે અંગે ભગુભાઇ દ્વારા e-FIR કરાવેલ હોય, જે e-FIR અંગે ખરાઇ કરી, તેના પરથી અમરેલી સીટી પોલીસ સ્ટેશન એ પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૩૦૦૩૨૩૦૦૫૦/૨૦૨૩, ઇ.પી.કો. કલમ ૩૭૯ મુજબનો ગુનો રજી. કરવામાં આવેલ.
ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી ગૌતમ પરમાર સાહેબ નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમા e-FIR દ્વારા દાખલ થયેલ અનડીટેક્ટ ગુનાઓ ડીટેકટ કરવા સુચના આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ નાઓએ અમરેલી જિલ્લામા e-FIR થી દાખલ થયેલ ગુનાઓના આરોપીઓને પક્ડી પાડી, નાગરિકોના ચોરાયેલ વાહન, મોબાઈલ ફોન તેમને પાછા મળે, તે માટે જરૂરી કાર્યવાહી કરવા અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ. શ્રી એ. એમ. પટેલ તથા એલ.સી.બી. ટીમ ને જરૂરી માર્ગદર્શન આપવામાં આવેલ હતુ.
ઉપરોકત ગુનાના અજાણ્યા આરોપી અંગે એલ.સી.બી. ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવેલ અને ચલાલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ દરમ્યાન ચલાલા, બસ સ્ટેન્ડમાંથી એક ઇસમને શંકાસ્પદ હાલતમાં પકડી પાડેલ અને તેની પાસેથી ઉપરોકત ચોરીમાં ગયેલ મોબાઇલ ફોન મળી આવતા, પકડાયેલ ઇસમને ચોરીના મોબાઇલ ફોન સાથે આગળની કાર્યવાહી થવા ચલાલા પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે.
પકડાયેલ આરોપીની વિગતઃ-
ભરત જેરામભાઇ સોલંકી, ઉ.વ.૩૫, રહે.ચલાલા, ધારી રોડ, રેલ્વે ફાટક પાસે, તા.ધારી, જિ.અમરેલી,
રીકવર કરેલ મુદ્દામાલની વિગતઃ-
એક રીયલમી કંપનીનો C-12 મોડલનો એન્ડ્રોઇડ મોબાઇલ ફોન કિં.રૂ.૫,૦૦૦/- નો મુદ્દામાલ
આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી એ.એમ.પટેલ તથા પો.સ.ઇ.શ્રી એમ.બી.ગોહિલ તથા પો.સ.ઇ.શ્રી એમ.ડી.સરવૈયા તથા અમરેલી એલ.સી.બી.ના એ.એસ.આઇ. બહાદુરભાઇ વાળા તથા હેડ કોન્સ, આદિત્યભાઇ બાબરીયા, તથા પો.કોન્સ. શિવરાજભાઇ વાળા, લીલેશભાઇ બાબરીયા, વિનુભાઇ બારૈયા, તુષારભાઈ પાંચાણી દ્વારા કરવામાં આવેલ છે.
રિપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી


