અંબાજી-કુંભારીયા વિસ્તારમાં એક સમયે ભિક્ષાવૃત્તિ રહેલા બાળકોને ફરી સમાજની મુખ્ય ધારામાં જોડવામાં આવ્યા છે. આજે આ બાળકો અતીતને ભુલાવી નવા આયામો પ્રાપ્ત કરી રહ્યા છે.
અંબાજી ખાતેની શ્રી શક્તિ સેવા કેન્દ્ર દ્વારા ભિક્ષાવૃત્તિ કરી રહેલા બાળકોને સર્વાંગી વિકાસ માટે આગળ આવી, તેમને શિક્ષણ ક્ષેત્રે આગળ વધવા માટે હોસ્ટેલ સહિતની સવલતો આપી. તેના પરિણામે આજે આ બાળકો જુદી- જુદી સ્પર્ધામાં આગળ વધી રહ્યા છે. આ વિદ્યાર્થીઓએ ઇડરિયા ગઢની સ્પર્ધામાં બાજી માર્યા બાદ, પાંચ વિદ્યાર્થીઓએ અખિલ ભારતીય ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધામાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
આ વિદ્યાર્થીઓએ કેવડિયા ખાતેની એકતા પરેડમાં પણ ભાગ લીધો હતો અને બેન્ડમાં ચેમ્પિયન બન્યા હતા. તેમ શિક્ષક શ્રી ઈરફાન કુરેશીએ જણાવ્યું હતું.
