મકસુદ કારીગર,કઠલાલ
કઠલાલ ખાતે આવેલ બ્રાઈટ ઇન્ટરનેશનલ શાળામાં રાત્રી રોકાણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. તાલુકામાં પ્રથમવાર યોજાયેલ આ કાર્યક્રમમાં બાળકો સાંસ્કૃતિક પ્રવૃત્તિ,ચલચિત્ર દર્શન,કેમ્પ ફાયર તેમજ સમૂહ ભોજન જેવી વિવિધ પ્રવૃતિઓથી મનોરંજન મેળવ્યું હતું.સવારે યોગાસન,દૂધ- નાસ્તો તેમજ રમતો જેવી શારીરિક પ્રવૃતિઓ કરી હતી.શિસ્ત અને સંસ્કાર ને મહત્વ આપતી આ શાળા એ યોજેલ “આત્મનિર્ભર બાળક” કાર્યક્રમ ખૂબ પ્રોત્સાહક રહ્યો હતો.


