Gujarat

વાસદ કુમાર શાળામાં વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરવામાં આવી.

મકસુદ કારીગર,કઠલાલ
તારીખ 20/03/23 ના રોજ વાસદ કુમાર શાળામાં ધોરણ પાંચમાના ભૂલકાંઓએ વર્ગશિક્ષક મારિયાબેનના માર્ગદર્શન હેઠળ વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરી હતી. બાળકોએ પૂંઠાનાં ખોખાઓમાંથી ચકલીઓ માટે સુંદર મજાના ઘર તૈયાર કર્યા હતાં. અને એ ચકલીના માળાઓ શાળાની આસપાસના મકાનમાં રહેતાં લોકો ને  જાતે જ વિતરણ કર્યા હતા આ ઉપરાંત વાસદના પોલીસ સ્ટેશન તથા કૃષિ યુનીવર્સીટીની શાખા જળ અને જમીન સંશોધન વિભાગના વૈજ્ઞાનિકોને પણ બાળકોએ ચકલી ઘર આપ્યા હતા. વિદ્યાર્થીઓની આ કામગીરીથી ગ્રામજનો, પોલીસકર્મીઓ તથા કૃષિ શાખાના અધિકારીઓ ખૂબ પ્રભાવિત થયા હતા. શાખાના મુખ્ય વૈજ્ઞાનિક ડૉ. સિંઘે સૌ બાળકોને શુભેચ્છા સંદેશ પાઠવ્યો  હતો. ચકલી દિવસ કેમ ઉજવવામાં આવે છે તે વિશેના પ્રશ્નોના જવાબો આપીને વિદ્યાર્થીઓએ પર્યાવરણ પ્રત્યેની સભાનતા અને પ્રેમ ઉજાગર કર્યો હતો.

IMG-20230321-WA0016-1.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *