મકસુદ કારીગર,કઠલાલ
કઠલાલ શહેરમાં કઠલાલ બસ સ્ટેશન કઠલાલ ચાર રસ્તા પોલીસ સ્ટેશન મુખ્ય રોડ સહિતના વિસ્તારોમાં એનસીસી તેમજ જવાહર નવોદયના વિદ્યાર્થીઓને ટ્રાફિક નિયમન અંગે માર્ગદર્શન અને માહિતી આપતો કાર્યક્રમ યોજવામાં આવ્યું હતું તેમજ સમગ્ર કામગીરી કેવી રીતે કરવામાં આવે છે તેની પણ વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી. એસ પી સી દ્વારા કઠલાલ પોલીસ સ્ટેશનના સહયોગથી સમગ્ર કાર્યક્રમનું આયોજન કઠલાલ ખાતે કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ દરમિયાન એસ.પી.સી તેમજ પોલીસ સ્ટાફ અને વિદ્યાર્થીઓએ નાગરિકોને ટ્રાફિકના નિયમો વિશે જાગૃત કરવા તેમજ જાગૃતિ લાવવાના પ્રયત્નો કર્યા હતા અને વાહન ચાલકોને ટ્રાફિક ના નિયમો પાડવા માટે સમજાવવામાં આવ્યા હતા


