Gujarat

ગ્રામ સ્વાગત કાર્યક્રમ માટે અરજી પ્રક્રિયા શરૂ

મકસુદ કારીગર,કઠલાલ
તા. ૧૦/૦૬/૨૦૨૩ સુધીમાં “મારી અરજી તાલુકા સ્વાગત કાર્યક્રમમાં લેવી” ના મથાળા હેઠળ સંબધિત ગામના તલાટીને અરજી કરવાની રહેશે.
ખેડા જિલ્લાના નાગરીકોએ તા.૨૧/૦૬/૨૦૨૩ના રોજ યોજાનાર ગ્રામ સ્વાગત કાર્યક્રમમાં અરજી કરવા તથા આ કાર્યક્રમમાં ભાગ લેવા માટેની અરજી તેઓના ગામે આપવાની ૨હેશે. તેમજ પોતાના પડતર પ્રશ્નોની રજુઆત કરવા અંગેની અરજી તા.૧૦/૦૬/૨૦૨૩ સુધીમાં ગ્રામ સ્વાગત કાર્યક્રમમાં “મારી અરજી તાલુકા સ્વાગત કાર્યક્રમમાં લેવી” તેવા મથાળા હેઠળ સબંધિત ગામના તલાટી કમ મંત્રીશ્રીને સંબોધીને કરવાની રહેશે. તેમજ અરજીમાં પોતાનો મોબાઈલ નંબર ફરજિયાત પણે દર્શાવવાનો રહેશે.
આ કાર્યક્રમમાં ન્યાયીક તુલ્ય બાબતો, કોર્ટ મેટર, સ્ટે. (મનાઈ હુકમ), અપીલો, માહિતી અધિકાર અધિનિયમ, આકારણીને લગતા પ્રશ્નો તેમજ નોકરી, પેન્શન, રહેમરાહે નોકરીને લગતી બાબતોનો સમાવેશ કરવામાં આવશે નહી. જેની નોંધ લેવા જણાવવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *