Gujarat

જન હિતના વિકાસ કામોનું ખાતમુહૂર્ત યોજાયું

માળીયાહાટીના અને માંગરોળ વિસ્તારના ધારાસભ્ય શ્રી ભગવાનજીભાઈ કરગઠિયાના હસ્તે ભાખરવડ ગામે ૧૯૯ પ્લોટ ના સનદ  વિતરણ તેમજ જનહિતના વિકાસ કામોનું ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાયો હતો.

        સિંચાઈ વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવેલ માળિયાહાટીના તાલુકાના ભાખરવડ પુનઃ પ્રભારણ યોજનામાં ડુબમાં ગયેલ ભાખરવડના રહેવાસીઓને સિંચાઈ વિભાગના ઠરાવ અનુસાર ગામતળમાં રહેણાંકના ઘર માટે જમીન આપવાનું ઠરાવેલ હતુ. જે બાબતે જૂનાગઢ સિંચાઈ વિભાગ અને મામલતદાર કચેરી માળીયાના સંકલીત પ્રયાસો દ્વારા પ્લોટોની સનદો તૈયાર કરવામાં આવેલ હતી.

તા.પ મે  ના રોજ લાભાર્થીઓને ધારાસભ્યશ્રી ભગવાનજીભાઇ કરગઠીયા હસ્તે, નાયબ કાર્યપાલક ઇજનેરશ્રી ક્ષાર અંકુશ પેટા વિભાગ, ચોરવાડ વી.પી.સુત્રેજા, તાલુકા વિકાસ અધિકારી-માળીયા, મદદનીશ ઇજનેર શ્રી આર.એન.કાથડ તેમજ અન્ય આગેવાનોની અને ગ્રામજનોની ઉપસ્થિતિમાં ૧૯૯ સનદોનું વિતરણ કરવામાં આવ્યુ હતુ.

તેમજ  અન્ય જનહિતના કામો માં ભાખરવડ થી કિષ્નાપરાને જોડતો ડામર રોડ અને વ્રજમી ડેમની કાલિમ્ભડા ગામ તરફની રીચાર્જ કેનાલના કામનું ખાતમુ્ર્હુત ધારાસભ્યશ્રીના  હસ્તે કરવામાં આવ્યુ હતુ.

sanad-vitran.jpeg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *