Gujarat

જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળિયાએ ખાંભા વોટર વર્ક્સના કામોની સમીક્ષા કરી

જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળિયાએ ખાંભા વોટર વર્ક્સના કામોની સમીક્ષા કરી

અમરેલી, તા. ૦૯ ફેબ્રુઆરી, ૨૩ (ગુરુવાર) અમરેલી જિલ્લાના ખાંભા (વોટર) હેડવર્ક્સ ખાતે જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળિયાએ મુલાકાત કરી અને વોટર વર્ક્સના કામોની સમીક્ષા કરી હતી. ખાંભા ખાતે કેબિનેટ મંત્રીશ્રીએ વોટર વર્ક્સના કામો અંગે પાણી પુરવઠા વિભાગના ઉચ્ચ અધિકારીશ્રીઓને જરુરી સૂચનાઓ આપી હતી. તેમણે આગામી ઉનાળાની ઋતુને ધ્યાને લઈ જરુરિયાત મુજબ પાણી અંગેનું આયોજન કરવા તેમજ પ્રગતિ હેઠળના કામો સત્વરે પૂર્ણ કરવા સૂચના આપી હતી. ખાંભા વિસ્તારના ૫૦ ગામોમાં પૂરતું પાણી મળે છે કે કેમ તે અંગેની વિગતો પણ મંત્રીશ્રીએ મેળવી હતી. મુલાકાત દરમિયાન પાણી પુરવઠા અને જળસિંચનના અધિકારીશ્રી અને કર્મચારીશ્રીઓ સહિતના ઉપસ્થિત રહ્યા હતા

IMG-20230209-WA0063-2.jpg IMG-20230209-WA0064-1.jpg IMG-20230209-WA0065-0.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *