જામનગર જિલ્લાના તમામ ખેડૂતો માટે બિયારણ અને રાસાયણિક ખાતરની ખરીદીની સીઝન શરુ
થવાની હોવાથી બિયારણ અને રાસાયણિક ખાતર ખરીદતી વખતે કાળજી રાખવા માટેના જરૂરી પગલાં જારી કરવામાં આવ્યા છે.
ખેડૂતોએ બિયારણ સરકાર માન્ય વિશ્વાસુ પરવાનેદાર/ લાઇસન્સ હોલ્ડર પાસેથી સીલ બંધ પેકેટમાં જ ખરીદવાનો આગ્રહ
રાખવો જોઈએ. તેમજ સરકાર માન્ય તેમજ વૈજ્ઞાનિકો દ્વારા ભલામણ કરાયેલા મુજબના બિયારણ ખરીદવાનો આગ્રહ રાખવો
જોઈએ, અને બિયારણની ખરીદી વખતે વિક્રેતા પાસેથી પાકું બિલ મેળવી લેવું જોઈએ.
ખેડૂતોએ સરકાર માન્ય ન હોય તેવું બિયારણ પરવાનેદાર/ લાઇસન્સ હોલ્ડર, અનધિકૃત વિક્રેતાઓ અને સંબંધીઓ પાસેથી
ખરીદી ના કરવી. વીતેલી મુદ્દતવાળું બિયારણ ન ખરીદવું જોઈએ. તેમજ બિયારણ બીજ માવજત આપેલી હોય તેવું જ વાપરવું
જોઈએ. અત્યારે બજારમાં સરકાર માન્ય જુદી- જુદી કંપનીના જુદા- જુદા પ્રકારના બિયારણો ઉપલબ્ધ હોવાથી કોઈ એક જ
કંપનીના બિયારણ ખરીદવા ન જોઈએ. ખેડૂતોએ તેમના પાસે જે ઉપલબ્ધ હોય તે પિયત સુવિધા અને અન્ય સુવિધાઓને
ધ્યાનમાં રાખીને બિયારણની ખરીદી કરવી.
હાલમાં, જિલ્લાના તમામ તાલુકામાં પૂરતા પ્રમાણમાં રાસાયણિક ખાતરનો જથ્થો અલગ- અલગ કંપનીઓ દ્વારા પૂરો
પાડવામાં આવ્યો છે. વરસાદની ઋતુ દરમિયાન બિયારણ અને રાસાયણિક ખાતરની જયારે માંગ ઉભી થાય ત્યારે બજારમાં કૃત્રિમ
અછતનું વાતાવરણ સર્જાઈ છે. તેથી તમામ ખેડૂતોએ ખરીફ પાક- 2023ની સીઝન માટે પાકની જરૂરિયાત મુજબ અને કૃષિ
યુનિવર્સીટીની ભલામણને ધાયનમાં રાખીને રાસાયણિક ખાતર અને બિયારણના જથ્થાની ખરીદી કરવી જોઈએ.
ખેડૂતોએ લેભાગુ તત્વો ભળતા નામથી અને લોભામણી સ્કીમ આપીને વેચાણ કરવા માટે આવે ત્યારે તેમની પાસેથી ખરીદી ન
કરવી જોઈએ. આવા લેભાગુ તત્વોની જાણ જે- તે તાલુકાના ખેતીવાડી અધિકારીશ્રીને જાણ કરવી જોઈએ. આ અંગે, વધુ
માહિતી અત્રેની કચેરીના ફોન નં. 0288-2551137 પરથી મેળવી શકાશે. તેમ નાયબ ખેતી નિયામકશ્રી (વિ.) બી. એમ.
આગઠ, જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
