જિલ્લા પ્રવાસન વિકાસ સમિતિની બેઠક યોજાઈ
—
પ્રવાસન અને યાત્રાધામ સ્થળોના વિકાસ કામોની સમીક્ષા કરવામાં આવી
—
અમરેલી તા.૦૯ ફેબ્રુઆરી, ૨૩ (ગુરુવાર) અમરેલી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે, જિલ્લા કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં અને સાવરકુંડલા લીલીયા વિસ્તારના ધારાસભ્યશ્રી મહેશભાઈ કસવાલાની ઉપસ્થિતિમાં જિલ્લા પ્રવાસન વિકાસ સમિતિની બેઠક યોજાઈ હતી. બેઠકમાં જિલ્લાના પ્રવાસન અને યાત્રાધામ સ્થળોના વિકાસ કામોની સમીક્ષા હાથ ધરવામાં આવી હતી. ભુરખીયા હનુમાન મંદિર ખાતે તાંત્રિક મંજૂરી, ઠેબી ડેમના કાંઠે રિવરફ્રન્ટ પાર્ક પ્રોજેક્ટ, બાબરા શહેરના પૌરાણિક સ્થળ બ્રહ્મકુંડને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવું, ધારી તાલુકાના ચલાલા ખાતે આવેલ મંદિરોનો યાત્રાધામમાં સમાવેશ કરવા, ધાતરવડી-૧ ડેમ અને ધારેશ્વરને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા બાબત ઉપરાંત અંટાળેશ્વર મહાદેવ મંદિરનો વિકાસ સહિતના મુદ્દે વિસ્તૃત ચર્ચા આ બેઠકમાં કરવામાં આવી હતી. બેઠકમાં ધારી, બગસરા, સાવરકુંડલા, રાજુલા અને અમરેલીના પ્રાંત અધિકારીશ્રીઓ ઉપરાંત અમરેલી નગરપાલિકાના ચીફ ઓફીસરશ્રી સહિતના ઉપસ્થિત રહ્યા હતા.
ધર્મેશ વાળા ૦૦0
