છ દિવસીય મહોત્સવમાં સાધુ-સંતો, હરિભકતોની ઉપસ્થિતિ
જેતપુરના નવાગઢ સ્વામીનારાયણ મંદિર ખાતે આગામી 24 ફેબ્રુઆરી શુક્રવારના પંચ દશાબ્દિ મહોત્સવ સાથે પાંચ દિવસીય શ્રીમદ સત્સંગી જીવન જ્ઞાન યજ્ઞનું આયોજન કોઠારી સ્વામી હરીપ્રસાદદાસજી તથા કોઠારી શાસ્ત્રી સ્વામી પ્રેમસ્વરૂપદાસજી જુનાગઢ મુખ્ય સૂવર્ણ મંદિર સાથે સમસ્ત સત્સંગ સમાજ નવાગઢ દ્વારા કરવામાં આવ્યું છે. આ મહોત્સવનું ઉદઘાટન જુનાગઢ સૂવર્ણ સ્વામી મંદિરના ચેરમેન પ.પૂ.કોઠારી સ્વામી દેવનંદનદાસજી, પ.પૂ.શાસ્ત્રી સ્વામી નિત્યસ્વરૂપદાસજી (સરધાર) રાજકોટ ગુરુકુળના પ.પૂ.મહંત સ્વામી દેવકૃષ્ણદાસજી, જેતપુરના પ.પૂ.શાસ્ત્રી સ્વામી સ્વામી નીલકંઠ ચરણદાસજીના હસ્તે કરવામાં આવશે.
પંચ દશાબ્દિ મહોત્સવનું દિપ પ્રાગટય ભૂજ મંદિરના ઉપ મહંત સ્વામી ભગવતદાસજી, ગઢપુરના કો.સ્વામી ભાનુપ્રકાશદાસજી, ધંધુકાના શાસ્ત્રી સ્વામી ધર્મપ્રિયદાસજી (બાપુ સ્વામી), વડતાલ ધામના ચેરમેન કો. દેવપ્રકાદાસજી સ્વામી, કાલવાણી ધામના કો.નારાયણપ્રિયદાસજી, જુનાગઢના હરીનારાયણદાસજી સ્વામી, ગઢપુરના લક્ષ્મીનારાયણ દાસજી પાંજરાપોળ જુનાગઢના કો.સ્વામી ઘનશ્યામ સ્વરૂપદાસજીના હસ્તે કરવામાં આવશે. શ્રીમદ સત્સંગી જીવન જ્ઞાનયજ્ઞની વ્યાસ પીઠ પરથી શાસ્ત્રી હરીઓમપ્રકાશદાસજી (ગઢપુર) વાળા કથાનું રસપાન કરાવશે. વડતાલ પીઠાધિપતિ પ.પૂ.ધ.ધૂ. 1008 આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજ ખાસ ઉપસ્થિત રહી આશીર્વચન પાઠવશે તેમ કોઠારી સ્વામી હરીપ્રસાદદાસજી અને કો.શાસ્ત્રી સ્વામી પ્રેમસ્વરૂપ દાસજી (નવાગઢ) વાળાએ જણાવ્યું છે.
શાસ્ત્રી પ્રેમ સ્વરૂપદાસજી સ્વામીએ જણાવ્યું છે સમગ્ર મહોત્સવના સહ યજમાન રણછોડભાઈ ભીમજીભાઈ દેવાણી, સવિતાબેન દેવાણી કથાના મુખ્ય યજમાન ન્યાલકરણ ગ્રુપ વડોદરા સહિતના વિવિધ દાતાઓ રહેશે. દરરોજ રાત્રીના સાંસ્કૃતિક કાર્યક્રમોમાં તા.25/2ના રાત્રીના રાસોત્સવ તા.22/2ને રવીવારના રાત્રીના 9 કલાકે સદગુરૂ સ્વામી નિત્યસ્વરૂપદાસજી (સરધાર) તા.27-2ને સોમવારે મહારાષ્ટ્રના જાદુગર અમીતભાઈ ધુલીયા જાદુના ખેલ બતાવશે તા.28ને મંગળવારના લોકડાયરામાં ભજનીક મયુર દવે તેની ટીમ તેમજ હાસ્ય કલાકાર સુરતના હીતેશભાઈ અંટાળા હાસ્યરસ પીરસશે. આ 6 દિવસીય મહોત્સવમાં ધામેધામથી હરીભકતો સંતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે તેમ પી.પી. સ્વામીએ જણાવ્યું છે.
( ફોટો હરેશ ભાલીયા )


