વિદ્યાર્થીઓના હિત માટે દિવ્યપથ કેમ્પસ દ્વારા અવનવા કાર્યક્રમ યોજાય છે. જેમાં વિદ્યાર્થીઓને કૌશલ્ય વધે કે જેથી તે આગળ વધી શકે અને તેમનામાં રહેલી ક્ષમતાને ઉજાગર કરી શકે.
ધોરણ ૯ ના વિદ્યાર્થીઓ અપૂર્વ ખૂંટ, સત્યમ કુલકર્ણી, તીર્થ શાહ, હેપ્પી સિંહ, શિવમ રામચંદાની, ધૈર્ય કોઠારી, તીર્થરાજ ઘોહિલ, ધ્યાન ઉપાધ્યાય, હર્ષા કુલકર્ણી દ્વારા હ્યુમોનોઈડ રોબોટ્સ બનાવવામાં આવ્યો હતો.અને એ અંતર્ગત તેમની આઈ.આઈ.ટી હૈદરાબાદ ખાતે પ્રદર્શન માટે પસંદગી થઈ હતી. આ હ્યુમોનોઈડ રોબોટ્સ એક સામાન્ય મનુષ્ય જેવા કામ કરી શકે છે.અને દિવ્યપથ ના આ બાળકો ૧૫,૧૬ એપ્રિલ ૨૦૨૩ ના રોજ નેશનલ લેવલે જઈ અન્ય રાજ્યોના વિદ્યાર્થીઓ સાથે સ્પર્ધા કરશે.શાળા તરફથી બાળકોને ખૂબ શુભેચ્છા આપી અભિનંદન આપવામાં આવ્યા હતા.


