Gujarat

ધ્રાંગધ્રા તાલુકાના અનેકો ગામડાઓમાં અને શહેરની અંદર ગાંધીજી ના ફોટા વાળા કાગળ ની લાલચમાં ચલાવી લેવાતી બોગસ ડોક્ટરોની હાટડીઓ?

ધ્રાંગધ્રા પંથકમાં અનેકો બોગસ ડોક્ટરો કરી રહ્યા છે ગેરકાયદેસર પ્રેક્ટિસ. ગામડાની અને શહેરની ભોળી જનતાના જીવને મોટું જોખમ
ગુજરાત સરકારના ગૃહ વિભાગ આરોગ્ય વિભાગ નોપણબોગસ ડોક્ટરો પર કડક કાર્યવાહી કરવામાં પન્નો ટૂંકો પડે પડતો હોય તેવું લાગી રહ્યું છે.
જાણવા મળતી માહિતી મુજબ ધાંગધ્રા પંથકમાં અનેક નકલી ડોક્ટરો એટલે કે ઊંટ વૈદો જેમની પાસે કોઈ ડિગ્રી નથી અને માત્ર આઠ ધોરણ 10 ધોરણ અને અંગૂઠા છાપ હોવા છતાં ડોક્ટરના નામે બોર્ડ લગાવી શહેરની અને ગામડાની ભોળી જનતાને સારવારના નામે બેફામ લૂંટી રહ્યા છે અને તેમના જીવને જોખમ ઊભું કરી રહ્યા છે. અને તેમના સ્વાસ્થ્ય સાથે ગંભીરમાં ગંભીર ચેડા કરી રહ્યા છે. આમ છતાં પણ જિલ્લા એસ ઓ જી પોલીસના હાથમાં તો વર્ષમાં બે કે પાંચ જ આવે છે તે ઘણું આશ્ચર્યજનક કહેવાય. હજુ બે દિવસ પહેલા બે ડોક્ટરોને ધ્રાંગધ્રા તાલુકામાં ગામડામાંથી પકડાયા હોવાના સમાચાર હતા અને ધાંગધ્રા શહેરમાં પણ કેટલાય ડિગ્રી વિનાના ડોક્ટરો છે તેવી માહિતી મળી રહી છે જે જે ઘણી દુઃખદ બાબત ગણાય.. આના માટે જવાબદાર કોણ? ગામડાઓમાં તો ચૂંટાયેલા સરપંચ સરકાર શ્રી તરફથી મુકાયેલા તલાટી તથા પોલીસ વિભાગ તરફથી મુકાયેલા બીટ જમાદાર અને સરકારશ્રી તરફથી જાહેરાત પેટે વર્ષે 40 હજાર કે 50000 ની જાહેરાત લેતા સ્થાનિક અને રાજ્ય લેબલના અને પ્રેસમીડિયાના અને પેપરોના અખબારોના પત્રકારો ની પણ નૈતિક જવાબદારી બને છે કે જ્યાં પણ માહિતી મળે ત્યાં જઈ બોગસ ડોક્ટરોને પકડાવી દેવા જોઈએ. તો આવું થઈ નથી રહ્યું તેનું કારણ એક જ છે કે ગાંધીજીના ફોટા વાળા કાગળની લાલચમાં પોતાની ફરજ ભૂલી અને પોતાના નાના લાભને

લીધે જનતાના જીવને જોખમ મુકનારા ડોક્ટરના આવા કાળા કામો ચલાવી લે છે. તેને લીધે જ આવા બોગસ ડોક્ટરો ખુલ્લેઆમ બેફામ પોતાની હાટડીઓ ચલાવી રહ્યા છે. અને પોતાના દવાખાનામાંએલોપેથિક દવાઓતથા ઇન્જેક્શનો રાખી વેચાણ કરે છે બાટલાઓ પણ ચડાવે છે તથા બે ચાર કલાક માટે દાખલ પણ કરે છે અને લેબોટરીઓ પણ કરાવે છે આવા ઊંટ વૈદોને સપોર્ટ કરનારા અમુક અધિકારીઓ તથા સરકારી કર્મચારીઓ માત્ર અને માત્ર ગાંધીજીના ફોટાવાળા કાગળની લાલચમાં તેમનો સાથ આપે છે એવું જણાઈ રહ્યું છે આ બાબતે ગુજરાત સરકારની કુંભકરણની ઊંઘકયારે ઉડે છે તે જોવું રહ્યું .આ બાબતે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી આરોગ્ય મંત્રી ગૃહ મંત્રી તથા માનવ અધિકાર પંચ જાગશે ખરું અને કોઈ કડકપગલા લેશે ખરું? અને ગામડાઓમાં જવાબદાર સરપંચો તલાટીઓ પોલીસના બીટ જમાદારો ની કોઈ નક્કર જવાબદારી નક્કી કરશે ખરું? તે જોવું રહ્યું. અને જે જે ગામમાં અગાઉ બોગસ ડોક્ટરો પકડાયા હોય તે ગામમાં અવારનવાર ચેકિંગ કરવુ જોઈએ.હાલ મળી રહેલી માહિતી મુજબ ધાંગધ્રા તાલુકાના નરાળી, હરીપર, બાવડી, સોલડી, થરા,રામગઢ, કંકાવટી, આ જેવા અનેકો ગામમાં આવા બોગસ ડોક્ટરો પોતાની ગેરકાયદેસર દુકાનો ચલાવી રહ્યા હોવાની માહિતી મળી છે અને આવા ડોક્ટરોને ગેરકાયદેસર રીતે એલોપેથિક દવાઓનો ઇન્જેક્શનનો અને બાટલાઓનો જથ્થો પૂરો પાડતાં ધાંગધ્રાના હોલસેલ દવાના વેપારીઓને શોધી તેઓને પણ જેલના સળિયા પાછળ ધકેલવા જોઈએ. અને સરકારે પણ હવે ખરેખર જાગવું જોઈએ કેમકે ગુજરાત પર 4 લાખ કરોડથી વધુનું દેણુકરી અને હજી પણ જો સરકારના મંત્રીઓ તથા ધારાસભ્યોના ખીસા પુરા ન ભરાયા હોય તો ગુજરાતની જનતા ના સ્વાસ્થય વિશે હજી ચિંતા ન થતી હોય તો સરકારના મુખ્યમંત્રી તથા ગૃહ મંત્રી તથા આરોગ્ય મંત્રીએ રાજીનામુ આપી દેવું જોઈએ તેવી પ્રચંડ લોક માંગણી ઉઠવ.

રિપોર્ટર હિતેશ રાજપરા

depositphotos_32228391-stock-photo-doctor-or-nurse-in-handcuffs.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *