કામધેનુ યુનિવર્સિટી હેઠળ આવતી કોલેજ ઓફ ફિશરીઝ સાયન્સ, વેરાવળ ખાતે તા.૨૩ થી ૨૬ ફેબ્રુઆરી દરમિયાન આઇસીએઆર, નવી દિલ્હીની ટીમ કોલેજના ઇન્સ્પેક્શન માટે મુલાકાત લેશે.
આ ઈન્સ્પેક્શન અંતર્ગત ટીમ દ્વારા કોલેજની અભ્યાસની તમામ પ્રવૃત્તિઓનું અવલોકન કરવામાં આવશે. આ આઇસીએઆર ટીમ દ્વારા યુનિવર્સિટી અંતર્ગત ચાલતા ફિશરીઝ ફેકલ્ટીના સ્નાતક, અનુસ્નાતક અને પીએચડીના અભ્યાસક્રમો આઇસીએઆરના અને યુનિવર્સિટીના નીતિ નિયમો મુજબ ચલાવવામાં આવે છે તે માટે દર પાંચ વર્ષે ઇન્સ્પેક્શન કરવામાં આવતુ હોય છે.
કોલેજ ઓફ ફિશરીઝ સાયન્સનો રિપોર્ટ સમગ્ર રાજ્ય અને દેશમાં મોખરે રહે તે માટે ફિશરીઝ ફેકલ્ટીના ડીન શ્રી ડૉ. એમ.એન.બ્રહ્મભટ્ટ અને આચાર્ય શ્રી ડૉ. એસ.આઈ.યુસુફઝાઈ તથા કોલેજની સમ્રગ ટીમ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી રહી છે.
