Gujarat

નાગેશ્વર કોલોની ખાતે કોળી સમાજનો આઠમો ભવ્યાતિભવ્ય સમુહ લગ્નોત્સવ સંપન્ન.. ૧૫ નવદંપતિઓએ પ્રભુતામાં પગલાં માંડયા..

ગત તા. ૧૭/૩/૨૦૨૩ ને શુક્રવાર ના રોજ જામનગર ના નાગેશ્વર કોલોની ખાતે ગુરૂ આશ્રમ બાપા સીતારામ મંદિર અને પાસે આવેલ જગ્યાએ શ્રી સમસ્ત તળપદા કોળી જ્ઞાતિ (કતપર વાળા) સમુહ લગ્ન સમિતિ, નાગેશ્વર – જામનગર દ્વારા  આઠમો ભવ્ય સમુહ લગ્નોત્સવ યોજાયો હતો. જેમાં ૧૫ નવદંપતિઓએ પ્રભુતામાં પગલાં માંડયા હતા. આ સમુહ લગ્ન માં હજારો ની સંખ્યામાં માનવ મહેરામણ ઊમટી પડ્યો હતો અને સમુહ ભોજન નો પ્રસાદ પણ લીધો હતો. આ તકે સમુહ લગ્ન ના ઉદ્ઘાટક મહંત શ્રી લક્ષ્મણદાસ ઉદાસીન (બડા અખાડા) ચોબારીયા હનુમાન, નાગેશ્વર દ્રારા ઉદ્ધાટન સાથે સાથે દિપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. મહંત શ્રી સુંદરદાસ બાપુ ની વિશેષ ઉપસ્થિત રહ્યા હતા, આ સમુહ લગ્ન સમારોહમાં અલગ અલગ જિલ્લાઓ માંથી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા જેમાં જામનગર, ભાવનગર, રાજકોટ, મહુવા, કતપર, બંદર, લાઈટ હાઉસ વગેરે જિલ્લાઓ માંથી તથા વિસ્તારો માંથી આગેવાનો ઉપસ્થિત રહ્યા,આ સમુહ લગ્નોત્સવ માં અનેક સેવાભાવી લોકો ‌તથા મંડળો અને ગ્રુપનો સારો સહયોગ મળ્યો હતો, જેમાં ભરત કેટરર્સ સ્ટાફ અને રમેશભાઈ બાંભણીયા (રસોયા) તરફથી રસોઈની સેવા આપવામાં આવી હતી, તેમજ રામદેવ મિત્ર મંડળ દ્વારા પિરસવાની સેવા આપવામાં આવી, ફ્રેન્ડસ ગ્રુપ દ્વારા ચા-પાણી ની ‌સેવા, જયશ્રી મહાકાળી મિત્ર મંડળ દ્વારા પીવા ના પાણી ની સેવા, સ્વ.હેત નરેશભાઈ બાંભણીયા તરફથી સરબત ની સેવા, સમુહ લગ્ન સમિતિ મહિલા મંડળ, હા મોજ હા ગ્રુપ, સર્વ શક્તિ દશામાં ગ્રુપ, વી.ડી.જે.ડી. ગ્રુપ, બાપા સીતારામ મિત્ર મંડળ, શ્રી મહાકાળી મિત્ર મંડળ, શ્રી વાકોલ મિત્ર મંડળ, ત્રિશુલ મિત્ર મંડળ, શ્રી ખોડિયાર મિત્ર મંડળ, શ્રી બજરંગ યારાના યુવા ગ્રુપ (રાજકોટ)   વગેરે યુવાનો, વડીલો, માતાઓ,બહેનો દ્વારા બનતી સહાય અને મદદ કરેલ આ સમુહ લગ્ન ને સફળ બનાવવા સમિતિ ના દિગ્નેશભાઈ બારૈયા, કિશોરભાઈ સોલંકી, વિજયભાઈ પરમાર, ભાવેશભાઈ પરમાર, મહેશભાઈ બાંભણીયા, માધાભાઈ ડોણાશીયા, પ્રવિણભાઈ ઢાપા, રમેશભાઈ શિયાળ સહિત તમામ સભ્યો દ્વારા ખુબ સરસ જહેમત ઉઠાવી હતી.
પ્રતિ શ્રી, તંત્રી
આપના સુપ્રસિધ્ધ વર્તમાન પત્રમાં માં અખબારી યાદી પ્રસિધ્ધ કરવા વિનંતી.

 

On Thu, Jan 12, 2023, 12:05 PM STREET NEWS JAMNAGAR <bambhaniyamahesh89@gmail.com> wrote:
શ્રી વિર માંધાતા પ્રાગટ્ય મહોત્સવ નિમિત્તે નાગેશ્વર કોલોની ખાતે ભવ્ય શોભાયાત્રા નું આયોજન..

શ્રી માંધાતા ગ્રુપ – નાગેશ્વર (જામનગર) દ્વારા આગામી તા. ૧૪ જાન્યુઆરી નાં રોજ શ્રી વિર માંધાતા પ્રાગટ્ય મહોત્સવ નિમિત્તે નાગેશ્વર કોલોની જામનગર ખાતે ભવ્ય શોભાયાત્રા નું આયોજન કરવામા આવ્યું છે, આ શોભાયાત્રા ૧૪ જાન્યુઆરી ૨૦૨૩ શનિવાર ના રોજ જામનગર ના નાગેશ્વર કોલોની વ્હોરા ના હજીરા પાસે થી સવારે ૯:૦૦ વાગ્યે પ્રસ્થાન કરી નાગેશ્વર વિસ્તાર માં ભ્રમણ કરી ત્યારબાદ કોળી સમાજ ની વાડી નાગેશ્વર પાર્ક ખાતે વિરામ કરવામાં આવશે.
આ સમગ્ર શોભાયાત્રા નું આયોજન શ્રી માંધાતા ગ્રુપ – નાગેશ્વર (જામનગર) ના તમામ યુવાનો દ્વારા કરવામાં આવ્યું છે આ શોભાયાત્રા માં વડીલો, ભાઇઓ,બહેનો અને યુવાનો તથા મિત્ર મંડળો ને પધારવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. તેવું શ્રી માંધાતા ગ્રુપ – નાગેશ્વર (જામનગર) ના જયેશ બારૈયા તથા અલ્પેશ ગુજરીયા ની યાદી માં જણાવ્યુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *