પૂર્વ તાલુકા પંચાયત કુંકાવાવ અને હાલ જિલ્લા પંચાયત સિંચાઈ વિભાગના ડ્રાયવરશ્રી કાળુભાઇ પાથર વયમર્યાદાથી નિવૃત થતા તેમનું નિવૃત્તિ વિદાય સન્માન યોજાયું હતું.આ તકે વિધાનસભા ના નાયબ મુખ્ય દંડક અને અમરેલીના લોકલાડીલા ધારાસભ્ય શ્રી કૌશિક વેકારીયાને હાથે શાલ સ્મૃતિભેટ અને સાકરપડા સાથે
એમની નિષ્ઠાપૂર્ણ સેવાઓને બિરદાવી સન્માન કરવામાં આવ્યું હતું આ તકે ડીડીઓશ્રી દીનેશ ગરુવ સાહેબ, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી જલ્પેશભાઈ મોવલિયા,ચેરમેન શ્રી સિંચાઈ,કાર્યપાલક ઈજનેર શ્રી દર્શન સાહેબ,એ.બી.રાઠોડ સાહેબ ના.ઈજનેર શ્રી ચાવડા સાહેબ તેમજ જિલ્લા પંચાયત સમસ્ત સ્ટાફ પરિવાર અને પૂર્વ બીઆરસી ઉદયભાઈ દેસાઈ અને બહોળી સંખ્યામાં મહાનુભાવો અને પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા.નાના કર્મચારીના આવા સરસ બહુમાન માટે વિશાલ સઁખ્યામાં મહાનુભાવોએ હાજરી આપી તે તેમની ઉમદા સેવાઓની પ્રતિતિ કરાવે છે.


