Gujarat

જામનગર :પેટ્રોલ પંપ ના પાર્કિંગમાંથી ડુપ્લીકેટ ચાવીથી ટ્રક ચોરી જનાર બે શખ્સો ઝડપી પાડતી પંચકોષી બી ડિવિઝન ટીમ

જામનગરઃ જામનગર શહેરમાં રહેતા ટ્રાનુસપોર્ટર યુવાનનો મોરંડા ગામના પાટીયા પાસે પેટ્રોલ પંપના કમ્પાઉનડમાં પાર્ક કરેલો રૂા.૯,૫૦,૦૦૦ ની કિંમતનો આઈસર ટ્રક ચોરી કરી ગયાના બનાવમાં પંચકોશી બી ડીવીઝન સ્ટાફે ટ્રક ચોરી કરનાર બે શખ્સોને ભલસાણથી હર્ષદપુર જવાના માર્ગ પરથી ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

આ બનાવ અંગેની વિગત મુજબ, લાલપુર તાલુકાના મોટી વેરાવળના વતની અને જામનગરમાં રણજીતસાગર રોડ પરના વિસ્તારમાં રહેતાં અને શિવ રોડવેઝ ટ્રાનસપોર્ટ ચલાવતા વિજયભાઈ ચંદુલાલ બોડા નામના યુવાનનીમાલિકીનો

રૂ.૯,૫૦,૦૦૦ ની કિંમતનો એ ચઆર-૬૮-બી- ૪૬૦૧.

નંબરનો આઈસર ટ્રક અજાણ્યા તસ્કરો ગત તા.૧૮ ના સાંજ થી ૧૯ ના સવાર સુધીના સમયદરમિયાન મોરકંડાના પાટીયા પાસે આવેલા પેટ્રોલ પંપના કમ્પાડન્ડમાંપાર્ક કરેલ ટ્રકની ચોરી કરી ગયા હતાં. આ ચોરીની તપાસ

દરમિયાન હેકો નિર્મળસિંહ જાડેજા, ખીમાભાઈ જોગલ, સુમિત શિયારને મળેલી બ્રાતમીના આધારે સ્ટાફે આ ટ્રક ભલસાણ બેરાજ વાળા વિરમ ઉર વિરમો નામના શસે ચોરી કર્યો હોવાની બાતમીના આધારે ભલસાણથી હર્ષદપુર જવાના માર્ગ ઉપર વોચ ગોઠવો હતી.

તે દરમિયાન એચઆર-૬૮બી-૪૬૦૧ નંબરનો આઈસર ટ્રક પસાર થતા પોલીસે ટ્રકને આંતરીને બે શખ્સોને ઝડપી લઈ પૂછપરઇ હાથ ધરતા વિરમ ઉર વિરમ કરણા ભાગરા અને રાજકોટના જયેશ બાબુ રાઠોડ નામના બે શખ્સોની ધરપકડ કરી ચોરાઉ ટ્રક કબ્જે કરી વધુ તપાસ આરંભી હતી. આ કામગીરી જામનગર પંચકોષી-બી ડવિઝન ના પીએસઆઈ એમ.એ.મોરી ના માર્ગદર્થન હેળ સ્ટાફ ના નિર્મળસિંહ જાડે જા, ખીમાભાઈ જોગલ અને સુમિત શિયાર દ્વારા કરવામાં આવેલ હતી.

Screenshot_20230225-110027_Drive.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *