રણજીત સ્માર્ટ, કે જે ભારતની જાણીતી અને અગ્રગણ્ય પુરૂષ ઇનરવેર બ્રાન્ડ્સમાંની એક છે જેણે, બોલિવૂડના લોકપ્રિય અભિનેતા
આયુષ્માન ખુરાનાને દર્શાવતું તેનું નવું એડ કેમ્પેઈન, 'હીરો વાલી ફીલિંગ' શરૂ કર્યું છે.
તો 'હીરો વાલી ફીલિંગ' શું છે? બ્રાન્ડ તેને તમારી અંદર આત્મવિશ્વાસની લાગણી તરીકે જુવે છે. અને તે ત્યારે જ શક્ય છે જ્યારે
તમારી પાસે ઉત્તમ ફિટ અને ફિનિશ હોય. દરેક વ્યક્તિ કે જેઓ ફિલ્મો જોઈને મોટા થયા છે, તેમના માટે હીરોનું પાત્ર એવું છે જે
હંમેશા એક સામાન્ય માણસને પણ તેના જેવું બનવા પ્રેરણા આપતું હોય છે. તે રક્ષક છે, રાજવીર છે, મનને મોહનારો છે. ટૂંકમાં
કહીએ તો એજ સર્વસ્વ છે અને દરેક સ્ત્રી તેના જેવું જ કોઈ ઈચ્છે છે અને દરેક પુરુષ તેના જેવું બનવા ઈચ્છે છે.
આ વિષય પર જ્યારે બ્રાન્ડે મનોમંથન કર્યું કે, ‘શું વાસ્તવિક દુનિયામાં આવું થઈ શકે? શું દરેક માણસ એ હીરો બની શકે?’ તો એનો
જવાબ મળ્યો, ‘હા કદાચ હોઈ પણ શકે, ના પણ હોઈ શકે! પરંતુ આયુષ્યમાનમાં એ કલા છે કે જેનાથી તે પોતે ‘હીરો વાલી ફીલિંગ’
ની બ્રાન્ડઇમેજ – રણજીતના સ્માર્ટ પ્રીમિયમ ઇનરવેરમાં શોધી શકે છે.
આ કેમ્પેઈનમાં આયુષ્માન ખુરાનાને રણજીત સ્માર્ટના પ્રીમિયમ ઇનરવેર પહેરીને હીરો તરીકે રજૂ કરવામાં આવ્યો છે, જાણે કે તે
મસાલા, એક્શનથી ભરપૂર, અલ્ટ્રા-ગ્લેમરસ ફિલ્મમાંથી સીધો જ શૂટ પર આવ્યો હોય. આ કેમ્પેઈનનો ખાસ સંદેશ એ છે કે પ્રીમિયમ
ઇનરવેરની રણજીત સ્માર્ટ શ્રેણી પહેરવાનું પસંદ કરનાર દરેક વ્યક્તિ પોતાની ફિલ્મ, પોતાના જીવનનો હીરો હોવાનો અહેસાસ મેળવી
શકે છે. તેઓ કોણ છે અને ક્યાંથી આવે છે તે જરાય જરૂરી નથી.
"ભૂતકાળમાં, સેલિબ્રિટી હોવું એ બ્રાન્ડ તરફ લોકોનું ધ્યાન આકર્ષિત કરવા માટે પૂરતું હતું, પરંતુ હવે એવું નથી રહ્યું. પુરૂષ ઇનરવેર
કેટેગરીમાં પહેલેથી જ ઘણા સ્ટાર કામ કરે છે અને લગભગ દરેક બ્રાન્ડમાં A-લિસ્ટર સેલિબ્રિટી છે.
કોમ્યુનિકેશન ક્રાફ્ટ્સના ડિરેક્ટર અને ક્રિએટિવ બિઝનેસ હેડ, ચિરાગ ડગલી જણાવે છે કે આ સમયમાં અમારી પાસે આયુષ્માન
ઓન-બોર્ડ હતો, જે તેની આઉટ ઓફ ધ બોક્સ ફિલ્મો અને અભિનય માટે જાણીતો છે. અમે આ જ સમયનો સદુપયોગ કરવાનું
વિચાર્યું. આયુષ્યમાનના વ્યક્તિત્વ, બ્રાન્ડના મૂલ્યો અને ટાર્ગેટ ઓડિયન્સ વિશે અભ્યાસ કરીને ઓડિયન્સ વોઇસ બની શકે એવું
કેમ્પેઈન અમે ડિઝાઇન કર્યું અને અમને મળેલી આ તકનો લાભ ઉઠાવ્યો.
કેમ્પેઈન વિશે વાત કરતા, રણજીત સ્માર્ટના માર્કેટિંગ હેડ જણાવે છે કે, "ઇનરવેર ઉદ્યોગ દરેક માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. યોગ્ય
ઇનરવેરની પસંદગી ખરેખર તમારા ડ્રેસિંગને સેટ કરે છે અને તમને દિવસભર આરામદાયક ફીલિંગ આપે છે. ફિટ, ફિનિશ અને
આરામના કોમ્બિનેશન સાથે, અમે ગ્રાહકો સાથે જોડાવાનો પ્રયત્ન પહેલા પણ કર્યો છે અને આજે પણ કરતા રહીએ છીએ. અમે આ
કેમ્પેઈન સાથે રણજીત સ્માર્ટ પ્રીમિયમ ઇનરવેર સાથે 'હીરો વાલી ફીલિંગ' શું છે અને તે કેવી રીતે જીવનમાં લાવી શકાય તે લોકોને
સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ."
આયુષ્માન ખુરાનાએ કહ્યું, "હું ઘણા વર્ષોથી રણજીત સાથે જોડાયેલો છું, અને તેમની પાસે કહેવા માટે એક સરસ સ્ટોરી સાથે એક
અદભુત પ્રોડક્ટ છે. જ્યારે મને ખબર પડી કે અમે તે સ્ટોરીને કેવી રીતે અનોખી રીતે કહી રહ્યા છીએ, ત્યારે તે જાણીને હું ખૂબ જ
ઉત્સાહિત થયો."
આ કેમ્પેઈન ટેલિવિઝન, મૂવી થિયેટર, આઉટડોર અને અખબારો તેમજ ડિજિટલ પ્લેટફોર્મ સહિત વિવિધ પ્લેટફોર્મ પર લોન્ચ કરેલ
છે. કેમ્પેઈનને વધુ વેગ આપવા માટે સંખ્યાબંધ BTL પ્રવૃત્તિઓ પણ તૈયાર કરવામાં આવી છે. 'હીરો વાલી ફીલિંગ' કેમ્પેઈન પહેલેથી
જ કન્ઝ્યુમર્સ સાથે ટોક ઓફ ધ ટાઉન બન્યું છે અને બ્રાન્ડની ઓળખને એક નવી ઊંચાઈ સુધી લઇ જવામાં મદદરૂપ બની રહ્યું છે.


