Gujarat

હનુમાન જયંતીના શુભ અવસર પર અમરેલી ૧૦૮ એમ્બ્યુલન્સ ના કર્મચારીઓ દ્વારા ૨ અમુલ્ય જિંદગી બચાવવામા આવી.

અમરેલી ૧૦૮ દ્વારા કટોકટીની પરિસ્થિતી મા બાળક ના ગળે નાળ વિંટળાયેલ હોવા સતા નોર્મલ પ્રસુતિ કરાવામા તેમજ બાળક ને કુત્રિમ શ્વાસ તેમજ સી પી આર આપી અને માતા તેમજ બાળક નો આબાદ જીવ બચાવ્યો.
આજરોજ સવારે ૮.૦૦ વાગ્યે અમરેલી જિલ્લા ના નાના ભંડારીયા ગામે એક સગર્ભા મહિલા નામતીબેન (ઉમર ૨૩) ને પ્રસૂતિ નો દુઃખાઓ થતા અમરેલી ૧૦૮ એમ્બ્યુલન્સ ને જાણ થતાં અમરેલી ફરજ પર ના હાજર કર્મચારી ઈએમટી. કલ્પેશભાઈ અને પાયલોટ દિનેશભાઈ સમય સૂચકતા સાથે ઘટના સ્થળે પહોંચી અને તે મહિલાને એમ્બ્યુલન્સ માં લઈ ને હોસ્પિટલ જવા રવાના થયા હતા અચાનક રસ્તા મહિલા ને પ્રસુતિ ની દુઃખાઓ વધતા ફરજ પરના કર્મચારી એ પ્રાથમિક તપાસ કરતા બાળક નું માથું બહાર આવી ગયેલ તેમજ તેમના ગળા. ના ભાગ માં નાળ વિટલાયેલ હતી તરતજ એમ્બ્યુલન્સ ઊભી રખાવી રસ્તામાં જ એમ્બ્યુલન્સ મા જ ડિલિવરી કરવાની ફરજ પડી હતી પણ નોર્મલ ડિલિવરી કરાવ્યા બાદ બાળક ની તપાસ કરતા બાળક ના હદય ના ધબકારા તેમજ શ્વાસ ચાલતા ના હતા તરજ ૧૦૮ ના ઈએમટી. કલ્પેશભાઈ એ ૧૦૮ હેડ ઓફિસ ના ફિજીસિયન ડૉક્ટર શ્રી જીતેન્દ્ર સર ની સલાહ મુજબ જરુરી કુત્રિમ શ્વાસ તેમજ સી પી આર અને પ્રાથમિક સારવાર આપી માતા અને બાળક નો જીવ બચાવ્યો આવ્યો હતો અને બંને ને પ્રાથમિક સારવાર સાથે સહી સલામત રીતે અમરેલી સિવિલ હોસ્પિટલ આગળ ની સારવાર માટે દાખલ કરવા માં આવ્યા હતા.
તેમના સગા સંબંધીઓ એ મહિલાની નોર્મલ ડિલિવરી કરવી તેમજ માતા અને બાળકનો જીવ બચાવ્યો હતો તેથી ૧૦૮ ના કર્મચારી નો આભાર માન્યો હતો જિલ્લાના ઉચ્ચ અધિકારી ફયાઝ પઠાણ અને યુવરાજસિંહ ઝાલા દ્વારા પણ અમરેલી ૧૦૮ ની ટીમ ને સારી કામગીરી કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.
*રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી*

IMG-20230406-WA0057.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *