બોડેલી નજીક કકરોલીયા પાસે પંચમહાલની જિલ્લાની હદ પૂરી થતાં અને છોટાઉદેપુર જિલ્લાની હદ શરૂ થતા આવેલા ડિવાઇડર પર વારંવાર અકસ્માતો થાય છે ખાસ કરીને રાત્રિના સમય પર લાઈટ યા સાઇનિંગ બોર્ડ ના હોવાથી ફોરવીલ ગાડીઓ ડિવાઇડર પર ચડી જાય છે અથડાય છે અને અકસ્માત થાય છે ત્યારે આ વિસ્તારના આગેવાનો માનવતાનું કામ કરીને પોતાના ખર્ચે લાઈટ ટાવર લગાવ્યો હતો
જાંબુઘોડા બોડેલી હાઇવે ઉપર કકરોલીયા હનુમાનજી મંદિર પાસે ડિવાઈડર બનેલ છે. પરંતુ ડિવાઇડર ઉપર રેડિયમના પટ્ટા કે લાઇટ ન હોવાથી વાહન ચાલકો અટવાઈ જતા હતા. અને અંધારાને કારણે નાના મોટા અસ્માતો થતા હતા. બે દિવસ અગાઉ ઇકો ગાડી ડિવાઇડર ઉપર ચડી જતા દસ વ્યક્તિનો અદભુત બચાવ થયો હતો. કકરોલીયાના યુવાનો દ્વારા લાઇટિંગ ટાવર ઊભું કરવા માટે વારંવાર માંગણી કરવામાં આવી હતી. પરંતુ કોઈ કામગીરી ન થતા વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ વિરપાલસિંહ બાપુ દ્વારા સ્વખર્ચે લાઇટિંગ ટાવર ઊભું કર્યું હતું અને માનવતાનું કામ કર્યું હતું
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


