5 જૂન વિશ્વ પર્યાવરણ દિન ના ઉપલક્ષે માંગરોલ ખાતે દરિયા કિનારા ની સફાઈ કાર્યક્રમ યોજાયો હતો ગદ્રે મરીન એક્ષપોર્ટ પ્રા.લી.ચોરવાડ, સંજીવની નેચર ફાઉન્ડેશન સાથે અંબુજા સીમેન્ટ, કોડીનાર, સિધ્ધી સીમેન્ટ સુત્રાપાડા, જી.પી.સી.બી. ફોરેસ્ટ વિભાગ, પરમેશ વિધાલય, સ્ટાફ, વિધાર્થીઓ શિવમ ચક્ષુદાન આરેણા નગરપાલિકા માંગરોલ ના કમઁચારીઓ તથા પયાઁવરણ પ્રેમીઓ જોડાયેલ અને દરિયા કિનારા ની સફાઈ ની સુંદર કામગીરી કરી ત્રણ ટન જેટલા કચરાનો નિકાલ કરવામાં આવેલ દરેક સંસ્થાઓના અધિકારીઓ સાથે ઓ.બી.સી. મોચાઁના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ શ્રી વેલજીભાઈ મસાણી, ખારવા સમાજ પ્રમુખ પરસોતમભાઇ ખોરાવા જોડાયેલ કાર્યક્રમના અંતે ઉપસ્થિત તમામ પર્યાવરણ પ્રેમીઓએ પર્યાવરણ બચાવવાં શપથ લીધેલ ગદ્રે મરિન ચોરવાડ દ્વારા ચા નાસ્તાનું આયોજન કરવામાં આવેલ અને સફાઈ ને લગતી સમગ્રી નુ વિતરણ કરેલ,મંડપ વ્યવસ્થા સિધ્ધી સીમેન્ટ અને ટોપી નુ વિતરણ જી.પી.સી.બી.તેમજ સંજીવની નેચર ફાઉન્ડેશન દ્વારા ચકલીના માળા નુ વિતરણ કરેલ…
રિપોર્ટર, વિનુભાઈ મેસવાણીયા માંગરોળ


