Gujarat

રાજકોટના શાસ્ત્રી મેદાનમાં મિત્રો સાથે ક્રિકેટ રમતાં રમતાં યુવાનને હાર્ટ એટેક આવતા ઢળી પડતાં મોત

રાજકોટ
ક્રિકેટ રમતા લોકો પર કાળ મંડરાઇ રહ્યો હોય તેમ રાજકોટમાં આજે વધુ એક વ્યક્તિનું ક્રિકેટ રમતાં રમતાં હાર્ટએટેક આવતાં મોત નીપજ્યું છે. શહેરના શાસ્ત્રી મેદાનમાં મિત્રો સાથે ક્રિકેટ રમતા મયૂરભાઈ નટવરભાઈ મકવાણા (ઉં.વ.૪૫)ને અચાનક હાર્ટએટેક આવતાં ઢળી પડ્યા હતા. સાથી મિત્રોએ તેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડ્યા હતા. જાેકે, હોસ્પિટલ પહોંચતા ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યા હતા. ઘટનાની જાણ થતાં પરિવારજનો હોસ્પિટલે દોડી આવ્યાં હતાં. મયૂરભાઈના મોતથી હોસ્પિટલમાં પરિવાર ધ્રુસકે ધ્રુસકે રડતો નજરે પડ્યો હતો.

Page-26.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *