પોલીસે ૯ બોટલ દારૂ રૂ.૨૬૦૧,મોટરસાઈકલ રૂ.૨૦.૦૦૦,૨ મોબાઈલ રૂ.૭૫૦૦ મળી કુલ ૩૦૧૦૧ નો મુદ્દામાલ કબ્જે કરાયો…
બોટાદ જીલ્લા SP કીશોર બળોલીયાની સુચના અને DYSP મહર્ષિ રાવળના માર્ગદર્શન હેઠળ રાણપુર પોલીસ સ્ટેશનના PSI એસ.જી.સરવૈયા તેમજ નવનિયુક્ત PSI આર.બી.રબારી તથા સ્ટાફના મનહરસિંહ પરમાર,નિલેશભાઈ પરમાર,ગોવિંદભાઈ સાંબડ,અજીતસિંહ ચાચીયા સહીત પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલિંગ કરી રહ્યા હતા તે દરમ્યાન રાણપુર તાલુકાના રાજપરા ગામના ૨ ઈસમ મોટરસાઈકલ ઉપર અલમપુર જવાના કાચા રસ્તે હોવાની બાતમી ને આધારે પોલીસે ૨ ઈસમને ભારતીય બનાવટની વિદેશી ઈંગ્લિશ દારૂની ૯ બોટલ સાથે ઝડપી પાડ્યા હતા પોલીસે રાજપરા ગામના અશોકભાઈ રશીકભાઈ પંચાળા અને પંકજભાઈ રશીકભાઈ જેજરીયા ને ઝડપી લઈ તેઓની પાસેથી ૯ બોટલ ઈંગ્લિશ દારૂ રૂ.૨૬૦૧,૧ મોટરસાઈકલ રૂ.૨૦.૦૦૦,૨ મોબાઈલ રૂ.૭૫૦૦ મળી કુલ ૩૦૧૦૧ નો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી PSI આર.બી.રબારી ચલાવી રહ્યા છે.
