નકકર કામગીરી કરવામાં નહિ આવે તો ઉપવાસ આંદોલનનું શસ્ત્ર ઉગામવાની પણ ચીમકી…..
જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના નરેડી ગામે ગરીબ પરિવારોને લેન્ડ કમિટીના પ્લોટ મંજૂર થયેલ તથા નવી અરજી કરેલ લોકોને છેલ્લા 1 વર્ષથી એન કેન પ્રકારે પછાત વર્ગના લોકો પ્રત્યે ભેદભાવ રાખી જવાબદાર વ્યક્તિઓ દ્વારા ઓરમાયું વર્તન કરવામાં આવતું હોય તેવા આક્ષેપ સાથે પ્રાંત અધિકારીને લેખિતમાં જણાવ્યું હતું કે હવે અમો ગરીબ લાભાર્થીની ધીરજ ખૂટી ગઈ છે.ત્યારે આ બાબતે આવનાર 3 દિવસોમાં યોગ્ય કાર્યવાહી કરવામાં નહિ આવે તો ના છૂટકે પરિવાર સાથે અન્નજળનો ત્યાગ કરી ગાંધી ચિંધિયા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે તેવું જણાવી ઉપવાસ આંદોલનમાં કોઈ અનિચ્છનીય બનાવ બનશે તો તેની સંપૂર્ણ જવાબદારી જવાબદાર અધિકારી ના સિરે રહેશે તેવી લેખિત રજૂઆત કરી આજરોજ નરેડી ગામના આશરે ૪૦ થી ૪૫ ગરીબ પરિવારોના લોકોએ વંથલી પ્રાંત કચેરી ખાતે આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી…
રીપોર્ટ હાર્દિક વાણીયા વંથલી


