Gujarat

સાવરકુંડલા નગરપાલિકા ઉપપ્રમુખ જયસુખભાઈ નાકરાણી અને તેની ટીમ લોકસેવાના જાહેર કાર્યો કરવા માટે સતત અગ્રેસર

સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
સાવરકુંડલા નગરપાલિકાના ઉપપ્રમુખ જયસુખભાઈ નાકરાણી એટલે એક ખરા જનસેવક.. લોકોની સમસ્યાઓ હલ કરવા માટે સતત પ્રયત્નશીલ રહેતાં જોવા મળે છે. શનિવાર હોય કે રવિવાર એને મન તો બધા વાર એકસરખા.. ખાસકરીને સરકારી કર્મચારીઓ કે અર્ધ સરકારી કે ખાનગી ક્ષેત્રોમાં કામ કરતાં લોકો પણ રવિવારે તો રજા પાળતા હોય છે.. પરંતુ આ જયસુખભાઈ તો રવિવારે પણ જાહેર સેવામાં કાર્યરત રહેતાં જોવા મળે છે. ઘણી વખત આગ જેવી ઘટનાઓ બનતી હોય  ત્યારે પણ તે પરિસ્થિતિને નિયંત્રિત કરવા માટે પોતે હરહંમેશ સતર્ક રહે છે.  હજુ ગઈકાલની જ વાત કરીએ તો સાવરકુંડલા નગરપાલિકાના બંને  સ્મશાનમાં છાણાં અને પાતળા લાકડાના  સ્ટોક બાબતે સાવરકુંડલા નગરપાલિકાના પ્રમુખ પતિ રાજુભાઈ દોશી સાથે ચર્ચા વિચારણા કરી અને બન્નેને સ્મશાનમાં લોકોને અગવડતા ન પડે અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે તાત્કાલિક અસરથી સાવર વિભાગમાં ૬૦૦૦  નંગ છાણાંનો જથ્થો પહોચાડયો અને કુડલા સ્મશાન મા ૧૦૦૦૦ નંગ  છાણાંનો જથ્થો પહોંચાડીને બંને સ્મશાનમાં વ્યવસ્થા કરાવી હતી આ સેવા કાર્યમાં નગરપાલિકા ઉપપ્રમુખ જયસુખભાઈ નાકરાણી અને નગરપાલિકાના સદસ્યો કમલેશભાઈ રાનેરા, પીયુષભાઈ મશરૂ, વિજયભાઈ ચુડાસમા. અને ટીમ સતત જાહેર સેવાના કાર્યો કરતી જોવા મળે છે.
આવી જ રીતે વોર્ડ નંબર ત્રણ ના શ્રમજીવી નગર  વિસ્તારમાંથી પસાર થતું લીડકિયા નેરૂં હોય, તેમાંથી કચરો સાફ કરાવી ગાળ કઢાવી જે.સી.બી. મશીન દ્વારા સાફ સફાઈ કરાવી હોય આવી જાહેર સેવાઓ માટે સતત પ્રતિબધ્ધતા દર્શાવતાં નગરપાલિકાના ઉપપ્રમુખ જયસુખભાઈ નાકરાણી અને તેની ટીમ  કામગીરી કરાવતાં જોવા મળે છે.
લોકોમાં પણ આ ટીમની પ્રશંસા થતી જોવા મળે છે.

IMG-20230204-WA0041.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *