Gujarat

સાવરકુંડલા શહેરમાં જેસર રોડ પર આવેલા સહજાનંદ વિદ્યાલય ખાતે પીજીવીસીએલ સાવરકુંડલા દ્વારા  આજરોજ જેસર રોડ ગુરુકુળ ખાતે વીજ સુરક્ષા વિષય અંતર્ગત ચિત્ર સ્પર્ધા અને નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ. 

સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
શ્રી પીજીવીસીએલ સાવરકુંડલા દ્વારા સહજાનંદ વિદ્યાલય જેસર રોડ પર વીજ સુરક્ષા વિષય અંતર્ગત ચિત્ર સ્પર્ધા તેમજ નિબંધ લેખન સ્પર્ધાનું આયોજન થયેલ જેમાં. પી.જી.વી.સી.એલ. દ્વારા બંને વિભાગમાંથી ત્રણ ક્રમ આપીને સુંદર પારિતોષિક આપી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા, જેમાં પીજીવીસીએલના કર્મચારી શ્રી વાળા સાહેબ તેમજ શ્રી રાઠોડ સાહેબ ઉપસ્થિત રહી આ સ્પર્ધામાં ભાગ લીધેલ તમામ વિદ્યાર્થીઓને પ્રમાણપત્રો તેમજ ઇનામો આપી પ્રોત્સાહિત કર્યા હતા. આ કાર્યક્રમનું સુંદર સંચાલન શાળાના આચાર્ય શ્રી ગિરીશભાઈ વ્યાસ સાહેબ દ્વારા કરવામાં આવ્યું. તેમજ આ કાર્યક્રમની આભાર વિધિ શાળાના ઉપાચાર્ય શ્રી કૌશિકગિરિજી દ્વારા કરવામાં આવ્યું આ કાર્યક્રમને સંસ્થાના સંતોએ આશીર્વાદ સાથે પોતાનો રાજીપો વ્યક્ત કરી બિરદાવ્યો હતો.

IMG-20230210-WA0008.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *