સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
સેવા પરમો ધર્મ સાવરકુંડલાની ગાંધી ધર્મશાળા ખાતે શ્રી ભગવાન મહાવીર વિકલાંગ સહાયતા સમિતિના સહયોગથી સાવરકુંડલાના લોકપ્રિય ધારાસભ્ય મહેશભાઈ કસવાલા દ્વારા તારીખ ૧૪ એપ્રિલ થી ૧૮ એપ્રિલ સુધી દિવ્યાંગજનો માટે નિઃશુલ્ક તપાસ, કુત્રિમ પગ તથા કેલિપર્સ વિતરણ કેમ્પનું આયોજન કરાયું હતું. આજરોજ આ કેમ્પની શુભ શરૂઆત કરવામાં આવી જેમાં ૧૨૦ કરતા ઉપરાંત લાભાર્થી દિવ્યાંગજની તપાસ કરવામાં આવેલ તેમજ તેમની જરૂરિયાત મુજબ તેઓને પગ માટે હાથ માટે કૃત્રિમ પગની વ્યવસ્થા કરી આપવામાં આવેલ હતી આ કાર્યક્રમમાંનાં અવસરે પરમ પૂજ્ય
ઉષામૈયા શિવ દરબાર આશ્રમ કાનાતળાવ રૂડા આશીર્વાદ આપ્યા હતા તેમજ સાંસદશ્રી નારણભાઈ કાછડિયા વિશેષ ઉપસ્થિત રહ્યા . આજના કેમ્પના તમામ લાભાર્થીઓએ હર્ષ અને ખુશીઓ સાથે ધારાસભ્ય શ્રી નો આભાર વ્યક્ત કરેલ માનવ સેવાનું ઉત્તમ કાર્ય કરવા બદલ પરમ પૂજ્ય ઉષામૈયાએ તેમજ સાંસદશ્રીએ ધારાસભ્યશ્રીના આ કાર્ય બદલ ખુબ ખુબ શુભેચ્છા અને અભિનંદન પાઠવ્યા હતા આ કાર્યક્રમમાં સમગ્ર સાવરકુંડલા શહેર તેમજ તાલુકા લીલીયા તાલુકાના વિવિધ મોરચાના પદાધિકારીઓ તેમજ વિવિધ સમાજના લોકો તેમજ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા


