Gujarat

હડાદ પોલિસ સ્ટેશન નજીક રીક્ષા પલટી જતા અકસ્માત સર્જાયો

*7 લોકો માંથી 2 લોકો ના મોત, 5 લોકો અંબાજી સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ*
દાંતા તાલુકા મા મોટાભાગ નુ માર્ગ ઢલાંગ અને પહાડી વિસ્તાર હોવાના કારણે અવાર નવાર અકસ્માતો સર્જાતા હોય છે. ત્યારે વધુ એક દાંતા તાલુકા માં અકસ્માત સર્જાયો છે. દાંતા તાલુકામાં આવેલો હડાદ માર્ગ પર રીક્ષા પલટી  જતા અકસ્માત સર્જાયો છે. જેમાં સવાર સાત લોકો માંથી બે લોકો ના મૃત્યુ થયા છે. બીજા ગંભીર ઈજા ગ્રસ્તોને અંબાજી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.
અંબાજી થી ખેડબ્રહ્મા જતા હાઇવે માર્ગ પર હડાદ પોલીસ સ્ટેશન નજીક રીક્ષા ને અકસ્માત નડ્યો છે ત્યારે રીક્ષા અંબાજી તરફ થી ખેડબ્રહ્મા જતા સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા રીક્ષા પલટી થઈ જતા અકસ્માત સર્જાયો હતો.. રિક્ષા મા સાત લોકો સવાર હતા ત્યારે અકસ્માત સર્જાતા એક મહિલા નું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું . તો બીજા ઇજાગ્રસ્તો ને ઇમરજન્સી 108 મારફતે અંબાજી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા .ત્યારે બીજા ગંભીર ઈજા ગ્રસ્તો ને અંબાજી સિવિલ હોસ્પિટલ ખાતે લાવતા વખતે વધુ એક ઇજાગ્રસ્ત નું મોત થયું હતું. તો બીજા ઇજાગ્રસ્તો ને સારવાર અર્થે અંબાજી સિવિલ હોસ્પિટલ ખાતે રાખવામાં આવ્યા છે. હડાદ પોલીસ સ્ટેશન નજીક રીક્ષા પલટી જતા અકસ્માત સર્જાયો છે. તો રીક્ષા મા સાત લોકો સવાર હતા ત્યારે અકસ્માત સર્જાતા કુલ સાત માંથી બે લોકોના મૃત્યુ થયા છે.
*અહેવાલ = વિક્રમ સરગરા , અંબાજી*

IMG_20230421_203511.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *