બગસરાના હાલરીયા ગામે 5 વર્ષની બાળકીને વન્ય પ્રાણીએ ફાડી ખાતા લોકો અરેરાટી વ્યાપી વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી 3 પાંજરા ગોઠવી વન્ય પ્રાણીને ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરી…

બગસરા પંથકમાં ફરી વન્ય પ્રાણીનો આંતક સામે આવ્યો બગસરા તાલુકાના હાલરીયા ગામે વન્ય પ્રાણીએ 5 વર્ષની પરપ્રાંતીય બાળકીને ફાડી ખાતા લોકો અરેરાટી વ્યાપી મોડી રાત્રે માતાની પાસે સુતેલ બાળકીને વન્ય પ્રાણીએ ઢસડીને કપાસમાં લય જયને ફાડી ખાધેલ વન્ય પ્રાણીએ બાળકી પર હુમલો કરતા વન વિભાગને જાણ કરી વન વિભાગની ટીમ રાત્રે જ ઘટના સ્થળે પહોંચી વન્ય પ્રાણીને ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરી વન્ય પ્રાણીએ બાળકીને ફાડી ખાતા માત્ર અવશેષો જ મળી આવ્યા વન્ય પ્રાણીના હુમલામાં વધુ એક બાળકીનું મોત નિપજ્યું છે ત્યારે સિંહણ હોવાનું વન વિભાગનું પ્રાથમિક અનુમાન વન વિભાગને જાણ થતાં તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી 3 પાંજરાઓ ગોઠવીને આદમખોર સિંહણને ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરી છે ત્યારે પરપ્રાંતિય મૃતક બાળકી સોનું રાયસનભાઈ ડામોર (ઉ.વ.5 નું હોવાનું જાણવા મળ્યું બાળકીના હાથ પગના અવશેષોને બગસરા સરકારી આરોગ્ય કેન્દ્રમાં પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવેલ
રોમિલ મણવર બગસરા

