108 ની સેવા દ્વારા રાજ્યમાં અનેક લોકોના જીવ બચાવવામાં આવ્યા છે. તે પછી અકસ્માત હોય કે આકસ્મિક પ્રસૂતિ. કોઈપણ વિપરીત અને અણધાર્યા સંજોગોમાં સૌથી પહેલાં પહોંચી જઈને બચાવની કામગીરી કરનાર હોય તો તે 108ની સેવા છે. આ સેવાને લીધે ગુજરાતના અનેક લોકોના જીવ બચાવવામાં સફળતા મળી છે.આવો જ એક કિસ્સો જામકંડોરણા તાલુકાના ખજુરડા ગામમાં પ્રકાશ આવ્યો હતો
આ અંગે ની મળતી માહિતી મુજબ જામકંડોરણા તાલુકા ના ખજૂરડા ગામ ના અંતરીયાળ વાડી વિસ્તાર માં મધુબેન મુકેશ ભાઈ નામ ની મહીલા ને પ્રસુતિની પીડા ઉપડતાં ૧૦૮ ની મદદ લેવા ફોન કરવા મા આવ્યો હતો આ ફોન રીસીવ થતાં જ જામકંડોરણા ની 108 ની ગાડી તાત્કાલિક મહીલા પાસે ગઈ અને ૧૦૮ ના સ્ટાફ દ્વારા સ્થળ પર જ સફળ ડિલિવરી કરાવવામાં આવી ત્યારબાદ જરૂરી ઇન્જેક્શનો આપી બાળક ને સારી કેર આપી માતા અને બાળક ને જામકંડોરણા સરકારી દવાખાને પહોંચાડી આપેલ હતા 108 ના ઈ એમ ટી કપિલ પંડ્યા અને પાયલોટ રાજેશ રાજગોર દ્વારા ઉચ્ચ સેવા નું ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું સરકારની નિઃશૂલ્ક 108 એમ્બ્યુલસ સેવા એક કોલ પર ત્વરીત મળી રહે છે સાથે રાજ્ય સરકાર અને જિલ્લા વહીવટી તંત્ર ના સહકાર સાથે અનેક લોકોના જીવ બચાવી શકાયાં છે. ખરા અર્થમાં 108ની સેવા માતામૃત્યુ દર અને બાળમુત્યુ દર ઘટાડવામાં 108ની સેવા અગત્યની ભૂમિકા ભજવી રહી છે.
અહેવાલ અતુલ લશ્કરી જામકંડોરણા


