વેચાત ભાઈ છેલ્લા 30 વર્ષથી બોડેલી ડેપોમાં ફરજ બજાવે છે
બોડેલી એસટી ડેપોમાં છેલ્લા 30 વર્ષથી ફરજ બજાવતા કોળી વેચાત ભાઈ રમણભાઈ જેઓ પાવીજેતપુર તાલુકાના કરાલી ગામના રહેવાસી છે અને છેલ્લા 30 વર્ષથી છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ડેપોમાં ફરજ બજાવે છે જેઓ બોડેલી એસટી ડેપોમાં આરસી મિકેનિકે બોડી ફિટર તરીકે ફરજ બજાવતા હતા અને આજે તેમનો માનભેર વિદાય સમારંભ બોડેલી એસટી ડેપો ખાતે રાખવામાં આવ્યો છે બોડેલી એસટી ડેપો મેનેજર વસાવા સાહેબ ની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખૂબ મોટી સંખ્યામાં એસટી વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત હતા જેમાં હિતેશભાઈ પટેલ યાસીનભાઈ દિવાન ફિરોજભાઈ મલેક ભદ્રેશભાઈ સબીરભાઈ મન્સૂરી સહિત બોડેલી એસટી ડેપો વિભાગના તમામ કર્મચારીઓ ઉપસ્થિતિમાં વેચાત ભાઈને ફૂલ ની માળા પહેરાવીને અને સાલ ઓડાળીને એમનું સન્માન કરવામાં આવ્યું હતું અને સાથે સર્વ કર્મચારીઓનો ભોજન સમારંભ રાખવામાં આવ્યો હતો
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

