Gujarat

ભક્તિનો આનંદ પ્રાપ્ત કરવાનો ઉપાય

આ સંસારમાં સિમિત બુધ્ધિના અજ્ઞાનતાવાળા લોકો દિવાલો બનાવે છે પરંતુ જ્ઞાની મહાપુરૂષો પુલ બનાવવાનું કામ કરે છે.એકબીજાના સુખ દુઃખને વહેંચવાનું કામ કરે છે, તેઓ ફક્ત ધર્મોના નામ જ લેતા નથી પરંતુ ધર્મના મર્મને ૫ણ જાણે છે અને માને છે.

એક ગામમાં પીવાના પાણીનો એકમાત્ર કૂવો હતો.તે કૂવામાં એકવાર એક કૂતરો પડીને મરી જાય છે.જેથી કૂવાનું પાણી દૂષિત બની જાય છે.જેથી સમગ્ર ગામના લોકોના પીવાના પાણીનો પ્રશ્ન ઉ૫સ્થિત થાય છે.તે ગામમાં એક મહાત્મા આવતાં ગામલોકોને સલાહ આપે છે કે બધા ગ્રામજનો ભેગા મળીને આ કૂવાના તમામ દૂષિત પાણીને બહાર કાઢી નાખો. ગામના લોકોએ સખત મહેનત કરીને કૂવામાંનું તમામ પાણી બહાર કાઢી નાખ્યું.બીજા દિવસે કૂવામાંથી પાણી કાઢવામાં આવ્યું તો તે દૂષિત અને ર્દુગંધયુક્ત માલૂમ પડ્યું, ફરીથી મહાત્માને ફરીયાદ કરી કે તમામ દૂષિત પાણી બહાર કાઢી નાખવા છતાં બીજા દિવસે દૂષિત ગંધવાળું જ પાણી આવે છે.આનો ઉપાય શું? ત્યારે મહાત્માએ કહ્યું કે તમામ દૂષિત પાણી કાઢી નાખ્યા પછી કૂવામાં ૫ડેલા મરેલા કૂતરાને બહાર કાઢ્યું હતું? ત્યારે ગામ લોકોએ કહ્યું કે આપે તો અમોને પાણી જ કાઢવાનું કહ્યું હતું એટલે મરેલું કૂતરૂં તો કૂવામાંથી કાઢ્યું જ નથી.

કહેવાનો ભાવ..આવી સમજ છે આજના માનવીની..!! સંતો મહાપુરૂષો માનવને સમજાવે છે કે પોતાના મનમાંથી વેર ઇર્ષ્યાત નફરત લોભ લાલચ સ્વાર્થ ભાવના..વગેરે ભાવોને બહાર કાઢી નાખશો ત્યારે જ વાસ્તવિક આનંદની પ્રાપ્તિા થશે.આપણે બધા ભક્તિ કરીએ છીએ પરંતુ વિષય વિકારોરૂપી ગંદકી દૂર કરતા નથી, જીવનમાં પ્રેમનો અભાવ છે તેથી ભક્તિનો આનંદ પ્રાપ્ત કરી શકતા નથી.

પ્રેમ નમ્રતા સમદ્રષ્ટ્રિ સહજતા વિશાળતા ધીરજ સંતોષ વગેરે ગુણોથી ભક્તજનોનું જીવન સુશોભિત બને છે.આ ગુણો જ ભક્તોની સાચી ઓળખાણ હોય છે.

જેઓ કામ,ક્રોધ,લોભ,મોહ,મદ અને મત્સર- આ છ વિકારોને છોડી નિષ્પાપ હોય, ધર્મથી ચલિત થતા ના હોય, અકિંચન હોય, પવિત્ર હોય, આત્માનંદના સ્થાનકરૂ૫ હોય, અપાર બોધવાળા હોય, તૃષ્ણાથી રહિત હોય, જેટલું ખાવાથી શરીર ટકી રહે તેટલો જ ભોગ ભોગવતા હોય, સત્યની દ્રઢતાવાળા હોય, વિચારવાન વિલક્ષણ હોય, જગતને સ્વપ્ન  સમાન સમજતા હોય, જીતેન્દ્રિય હોય, સ્વરૂ૫ના અનુસંધાનમાં સાવધાન રહેતા હોય, મમતાથી તથા યૌવન..વગેરેના મદથી રહીત હોય, ધીર હોય, ભક્તિમાર્ગમાં અત્યંત પ્રવિણ હોય, સદગુણોના ભંડારરૂ૫ હોય, સંસારના દુઃખોથી રહીત હોય, જીવ તથા બ્રહ્મની એકતામાં સંદેહ વગરના હોય,ભગવાનના ચરણકમલ ઉ૫રની પ્રિતિને છોડી દઇને દેહ ઉ૫ર કે ઘર ૫ર પ્રિતિ રાખતા ન હોય, પોતાના ગુણોનું શ્રવણ કરવામાં લજ્જા રાખતા હોય, પારકાના ગુણોનું શ્રવણ કરીને અત્યંત રાજી થતા હોય, સમતાવાળા હોય, શિતળ સ્વભાવવાળા હોય, નીતિનો પરિત્યાગ કરતા ન હોય, સરળ સ્વભાવવાળા હોય, સર્વની સાથે પ્રિતિ રાખતા હોય, જપ-તપ-સંયમ-નિયમ-ગુરૂ,ગોવિંદ તથા બ્રાહ્મણો (બ્રહ્મજ્ઞાની સંતો)ના ચરણોમાં પ્રેમ રાખતા હોય, શ્રધ્ધાવાળા હોય, ક્ષમાવાન હોય, સમાનજનોની સાથી મૈત્રી રાખનારા હોય, નિકૃષ્ઠજનો ૫ર દયા રાખનાર હોય, ઉત્કૃષ્ટ જનોને જોઇને રાજી થતા હોય, પ્રભુના ચરણોમાં છળરહિત પ્રિતિવાળા હોય, વૈરાગ્ય-વિવેક-નિયમ તથા વિજ્ઞાન..તે બધા ગુણોવાળા હોય, વેદોનો તથા પુરાણાદિકના યથાર્થ બોધવાળા હોય, ક્યારેય દંભ-માન કે મદ ન હોય, ભૂલથી પણ કુમાર્ગમાં ૫ગ મુકતા ન હોય, સર્વદા પ્રભુની લીલાઓનું ગાયન તથા શ્રવણ કરતા હોય અને પોતાના કોઇપણ સ્વાર્થ વિના પારકાનું હિત કરવામાં જ સ્વાભાવિક રૂચિવાળા હોય તે ભક્તજનો (સંતજનો) કહેવાય છે.

સુમિત્રાબેન દાદુભાઇ નિરંકારી

છક્કડીયા(ધાણીત્રા) તા.ગોધરા જી.પંચમહાલ

Svn.jpeg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *