Gujarat

શ્રી અન્ન ધાન્ય માંથી બનેલ જુદી જુદી વાનગીનો ૪૮૬૨૪ વિધાર્થીઓએ લાભ લીધો

યુનાઇટેડ નેશનની મહાસભા દ્વારા વર્ષ ૨૦૨૩ ને આંતરરાષ્ટ્રીય મિલીટ વર્ષ જાહેર
કરવામાં આવેલ છે. જે અન્વયે જૂનાગઢ જિલ્લાની ૭૦૨ શાળાઓમાં મિલેટ ડે ની ઉજવણી કરવામાં
આવી હતી. જેમાં શ્રી અન્ન ધાન્ય માંથી બનેલ જુદી જુદી વાનગીનો ૪૮૬૨૪ વિધાર્થીઓએ લાભ લીધો
હતો.
યુનાઇટેડ નેશનની મહાસભા દ્વારા વર્ષ ૨૦૨૩ ને આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ જાહેર કરવામાં
આવેલ છે. રાજ્ય સરકારની ગાઈડલાઈન મુજબ પીએમ પોષણ યોજના અંતર્ગત લોકજાગૃતિ ફેલાવવા

માટે જૂનાગઢ જિલ્લા પુરવઠા અધિકારી શ્રી ડો. આર. એન. ચૌધરીના માર્ગદર્શન અને નાયબ જિલ્લા
પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી એમ. ટી. ડોડીયાના આયોજન મુજબ જિલ્લાની ૭૦૨ શાળાઓમાં મીલેટ ડે
ની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં શ્રી અન્ન માંથી બનેલ જુદી જુદી વાનગીઓનો શાળાના
વિદ્યાર્થીઓએ લાભ લીધો હતો.
મીલેટ ડે ની ઉજવણીમાં જૂનાગઢ જિલ્લાના તાલુકાના મામલતદારશ્રીઓ, નાયબ મામલતદાર
શ્રીઓ, કચેરી સ્ટાફ, શાળાના આચાર્યશ્રીઓ, શિક્ષકો આગેવાનો અને પીએમ પોષણના સંચાલકો
સહિતનાની ઉત્સાહભેર અને સહકારી કામગીરીથી મિલેટ ડે ની સફળતાપૂર્વક ઉજવણી કરવામાં આવી
હતી.

millet-day-ujavni-2.jpeg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *