Gujarat

મહાનુભાવના હસ્તે ભૂલકાઓને શૈક્ષણિક કીટ આપી ઉમંગ અને ઉત્સાહ સાથે અપાયો મીઠો આવકાર

કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ-૨૦૨૩ અંતર્ગત ગીર સોમનાથના ધામળેજ બંદર શાળા, કન્યાશાળા તેમજ પેસેન્ટર શાળા ખાતે ગીર સોમનાથ સહાયક માહિતી નિયામક શ્રી એ.બી.સવસાણીના હસ્તે ભૂલકાઓનો શાળા પ્રવેશોત્સવ ઉજવાયો હતો. જેમાં મહાનુભાવોના હસ્તે ભૂલકાઓને શૈક્ષણિક કીટ આપી ઉમંગ અને ઉત્સાહ સાથે મીઠો આવકાર અપાયો હતો.

ધામળેજ બંદર શાળા ખાતે બાલવાટિકામાં 31 કુમાર અને 23 કન્યા એમ કુલ 54 જ્યારે ધામળેજ કન્યાશાળા ખાતે 42 કન્યા અને ધામળેજ પેસેન્ટર શાળા ખાતે 42 કુમાર ઉપરાંત ધામળેજ કન્યાળામાં બે કન્યાઓએ પ્રથમ ધોરણમાં અને ધામળેજ પેસેન્ટર શાળામાં 4 બાળકોએ પહેલા ધોરણમાં પ્રવેશ મેળવ્યો હતો.

સૌ પ્રથમ દિપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. જે પછી પોતાના સંબોધનમાં સહાયક માહિતી નિયામક શ્રી એ.બી.સવસાણીએ કન્યા કેળવણી પર ભાર મૂકતા જણાવ્યું હતું કે, દીકરીઓનું ભણતર પણ ખૂબ જ જરૂરી છે. મને એ જોઈ ખુશી થઈ કે દીકરીઓ પણ મહત્તમ પ્રવેશ મેળવી રહી છે. વિદ્યાર્થીઓને પાયાનું શિક્ષણ આપી તેમનું ભવિષ્ય ઉજજવળ બનાવવા માટે પણ ઉપસ્થિત વાલીઓને અપીલ કરી હતી.

પ્રવેશ મેળવનાર તમામ બાળકોને શૈક્ષણિક કીટ આપવામાં આવી હતી અને દિવ્યાંગ બાળકોને પણ ભેટ આપવામાં આવી હતી. ઉપરાંત પરિક્ષામાં પ્રથમ, દ્વિતિય અને તૃતિય ક્રમાંક મેળવનાર વિદ્યાર્થીઓને ઈનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા અને આ તકે NMMS પરિક્ષામાં ઉત્તીર્ણ થનાર વિદ્યાર્થીઓ અને જિલ્લાકક્ષાએ સ્કૂલનું નામ રોશન કરનાર વિદ્યાર્થીઓને પણ ઈનામ વિતરણ કરાયું હતું.

આ તકે, ધામળેજ બંદર શાળા આચાર્યશ્રી ભારતીબહેન, કન્યાશાળા આચાર્યશ્રી ઉદયભાઈ ગોહિલ, પેસેન્ટર શાળા આચાર્ય શ્રી રાજેશભાઈ જાદવ, આરોગ્ય કર્મચારીશ્રી તૌસિફભાઈ, જિલ્લા પંચાયત સભ્ય શ્રી અરસીભાઈ ચાવડા, સરપંચશ્રી ઓઘડભાઈ વાળા સહિત અગ્રણીઓ, એસએમસીના સભ્યો, સીઆરસી અધિકારી હરેશભાઈ ભોળા સહિત વાલીઓ તેમજ સ્થાનિક ગ્રામજનોની પણ બહોળા પ્રમાણમાં ઉપસ્થિતિ રહી હતી.

story-5-SREE-SAVSANI-PRAVESHOTSAV-3.jpeg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *