Gujarat

૬,૦૦૦ જેટલા ટેસ્ટેટ પોલ હાથ વગા રાખવામાં આવ્યા

જૂનાગઢ જિલ્લામાં સંભવિત વાવાઝોડાની આગાહીના પગલે સાતત્યપૂર્વક વીજ પુરવઠો જળવાઈ રહે અને લોકોને હેરાનગતિ ન થાય એ માટે જુનાગઢ પી.જી.વી.સી.એલ. દ્વારા વિશેષ આયોજન હાથ ધરવામાં આવ્યું છે.

પી.જી.વી.સી.એલ. જુનાગઢ વર્તુળ કચેરી દ્વારા કાર્યક્ષેત્રમાં આવતા ૨૨ પેટા વિભાગીય કચેરીમાં ૨૨ ટીમો વીજ પુરવઠો જાળવી રાખવા કાર્યરત છે. તદુપરાંત આ ૨૨ પેટા વિભાગીય કચેરીઓ વચ્ચે ૪૫ ઠેકેદારો અને કોન્ટ્રાક્ટરની ટીમ જેમાં ૨૨૫ જેટલા મેનપાવર અત્યારે વીજ પુરવઠો પૂર્વવત કરવા માટે ફરજ બજાવી રહ્યા છે. વિશેષમાં આ વિભાગીય સ્ટોરમાં વીજલાઇન સમારકામ કરી વીજ પૂરવઠો પૂર્વવત કરવા પૂરતો માલસામાનનો જથ્થો પણ એકત્રિત કરી રાખ્યો છે. આ ૨૨ કચેરીઓમાં ૨૪ ૩૦ જેટલા પોલ સ્થળ પર પહોંચાડવામાં આવ્યા હોવાનું પી જી વી સી એલ જુનાગઢ પાસેથી જાણવા મળ્યું છે. આ ઉપરાંત ૬,૦૦૦ જેટલા થાંભલા પણ ટેસ્ટેડ કરી રાખવામાં આવ્યા છે, જે જરુરિયાત મુજબ પહોંચતા કરી શકાશે. વિશેષમાં આ કામગીરીને સુપેરે પાર પાડવા વિવિધ સમિતિઓની રચના પણ કરવામાં આવી છે. જેમાં માલસામાનની સમિતિ, વાવાઝોડું આવે તો બહારથી આવેલ સ્ટાફ માટે રહેવા જમવાની વ્યવસ્થા, સહિતની વિવિધ સમિતિઓની રચના કરવામાં આવી છે.

આ તમામ કામગીરી અધિક્ષક ઈજનેર શ્રી બી.ડી. પરમાર, ચીફ એન્જીનિયર શ્રી ડી.વી. લાખાણી, અધિક ચીફ એન્જિનિયર શ્રી આર. સી. પટેલ અને કાર્યપાલક ઇજનેર શ્રી અરવિંદ તલસાણીયાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી રહી છે.

 ભારે પવન અને વાવાઝોડા દરમિયાન લોકોને થાંભલા, વીજ પ્રસ્થાપન ટ્રાન્સફરોથી દૂર રહેવા પણ પી.જી.વી.સી.એલ દ્વારા અપીલ કરવામાં આવી છે. અનિચ્છનીય કોઈ ઘટના બને તો વીજ વિભાગના કંટ્રોલરુમ મો – ૯૯૭૮૯૩૬૧૨૩ પર  તાત્કાલિક સંપર્ક કરવા પી જી વી સી એલ, જૂનાગઢની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *