બિપોરજોય વાવાઝોડાની સંભવિત સ્થિતિને અનુસંધાને વહીવટી તંત્ર દ્વારા જિલ્લાના તાલુકા સ્તરે ૯ જેટલા કંટ્રોલરુમ કાર્યરત કરવામાં આવ્યાં છે. જેમાં જૂનાગઢ ગ્રામ્ય અને શહેર તાલુકા માટે ૦૨૮૫-૨૬૩૬૫૯૫, વંથલી ૦૨૮૭૨-૨૨૨૦૪૬, માણાવદર ૦૨૮૭૪-૨૨૧૪૪૦, મેંદરડા ૦૨૮૭૨-૨૪૧૩૨૯૨૪૧૩૨૯, માળીયા હાટીના ૦૨૮૭૦-૨૨૨૨૩૨, ભેંસાણ ૦૨૮૭૩-૨૫૩૪૨૬, વિસાવદર ૦૨૮૭૩-૨૨૨૦૫૬, કેશોદ ૦૨૮૭૧-૨૩૬૦૪૩ અને માંગરોળમાં ૦૨૮૭૮-૨૨૨૦૦૯ પર સંપર્ક કરી નાગરિકો જરુરી સહાયતા મેળવી શકશે, તેમ જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
