ગાંધીનગર
અમરનાથ યાત્રાએ ગયેલા ગુજરાતના ૩૦થી વધુ લોકો ફસાયા છે. આ લોકોએ ગુજરાત સરકારને મદદ કરવા અપીલ કરી હતી. જેના પગલે રાજ્ય સરકારે ત્વરિત પગલા લેતાં રાજ્યના ગૃહ અને ડિઝાસ્ટર વિભાગે યાત્રીઓની જાણકારી મેળવી છે. આ અંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ નિવેદન આપતાં જણાવ્યું હતું કે વાતાવરણ ખરાબ હોવાના કારણે યાત્રીઓ ફસાયા હતા. રાજયના ગૃહ અને ડિઝાસ્ટર વિભાગે કેન્દ્રીય ગૃહ પ્રધાનના કાર્યાલય પરથી યાત્રીઓની માહિતી મેળવી છે અને યાત્રીઓને ઝડપથી પોતાના પરિવારનો સંપર્ક કરાવવામાં આવશે. હાલ અમરનાથ યાત્રામાં વાતાવરણ સુધારા તરફ હોવાનું પણ હર્ષ સંઘવીએ જણાવ્યું હતું.


