સાંપ્રત સમયમાં દિનપ્રતિદિન જન્મદિવસની ભવ્ય અને ઝાકમઝોળ સભર ઉજવણી કરવાનો યુવાનોમાં અનોખો ક્રેઝ ચાલી રહ્યો છે અને પોતાના જન્મદિવસની ઉજવણી પર હજારો રૂપિયાનો ખર્ચો કરી કેક દ્વારા જન્મદિવસન ઉજવણી કરતા હોય છે આવી વેળાએ ભારતીય સંસ્કૃતિમાં અનોખી શ્રધ્ધા ધરાવતાં અમરેલી જિલ્લા ભાજપ માલધારી સેલના અધ્યક્ષ મયુરભાઈ રબારી હંમેશા સમાજસેવા અને રાષ્ટ્ર સેવામાં તત્પર હોય છે. તેમના માર્ગે તેમના નાના ભાઈ મિહિરભાઈ રબારી દ્વારા પોતાના જન્મદિવસ નિમિત્તે સાંપ્રત સમાજને એક અનોખો રાહ ચીંધતાં જોવા મળેલ. મિહિરભાઈએ તેમના જન્મદિવસની ઉજવણી સાવરકુંડલા સ્થિત આશ્રમ શાળાના બાળકોને નાસ્તો કરાવી આશ્રમશાળાના બાળકો સાથે પોતાના જન્મદિવસની ઉજવણી કરીને આ યુવાને સમગ્ર સમાજને અનોખો રાહ ચીંધ્યો છે, જે સર્વ યુવાનો માટે એક પ્રેરણાસ્તોત્ર બની રહેશે. આમ આપને ત્યાં આવતાં શુભ પ્રસંગો દરમિયાન થોડી સામાજિક જવાબદારી સમજીને પણ આવા સેવાકીય કાર્યો થતાં રહે તો સમરસ સમાજનું નિર્માણ થતાં વાર નહીં લાગે એ વાત પણ મનમાં ઉતારવા જેવી છે.

