Gujarat

અમરેલી જિલ્લાના ચલાલા પોલીસ સ્ટેશનના ગુનામાં ૬ માસથી નાસતા ફરતા લીસ્ટેડ આરોપીને પકડી પાડતી અમરેલી એલ.સી.બી. ટીમ

ભાવનગર રેન્જ આઇ.જી.ગૌતમ પરમાર નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમા ગુનાઓ કરી નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સુચના આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષક હિમકર સિંહ નાઓએ અમરેલી જીલ્લામા ગુનાઓ આચારી, પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે નાસતા ફરતા આરોપીઓ તથા જેલમાંથી ફરાર થયેલ કેદીઓને પકડી પાડવા અમરેલી જિલ્લા પોલીસને માર્ગદર્શન આપેલ હોય,જે અન્વયે અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ. શ્રી એ. એમ. પટેલ નાઓની રાહબરી હેઠળ એલ.સી.બી. ટીમે ચલાલા પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં.ગુ.ર.નં.૧૧૧૯૩૦૧૩૨૩૦૦૪૦/૨૦૨૩, આઇ.પી.સી. કલમ ૩૭૬(૨)(એન), ૩૭૬(ડી), ૫૦૬(૨), ૧૧૪ તથા આઇ.ટી. એકટ કલમ ૬૬(ઇ), ૬૭(એ) મુજબના ગુનાનો આરોપી છેલ્લા છ માસથી પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે નાસતો ફરતો હોય, તેમજ મજકુર આરોપીનું નામ. કોર્ટમાંથી સી.આર.પી.સી. કલમ ૭૦ મુજબના વોરંટ ઇસ્યુ થયેલ હોય, મજકુર લીસ્ટેડ આરોપીને ટેક્નીકલ સોર્સ અને બાતમી હકિકત આધારે ગઈ કાલ તા.૧૩/૦૮/૨૦૨૩ નાં રોજ ચલાલા પો.સ્ટે.ના મોટી ગરમલી ગામેથી પકડી પાડી, આગળની કાર્યવાહી થવા સારૂ ચલાલા પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે.
પકડાયેલ આરોપીની વિગતઃ-
જયસુખ અરજણભાઇ ખેતરીયા, ઉ.વ.૩૪, રહે.મોટી ગરમલી, તા.ધારી, જિ.અમરેલી.
આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક હિમકર સિંહ નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી એ.એમ.પટેલ તથા એ.એસ.આઇ. જીગ્નેશભાઇ અમરેલીયા, યુવરાજસિંહ રાઠોડ તથા હેડ કોન્સ આદિત્યભાઇ બાબરીયા, તુષારભાઈ પાંચાણી તથા પો.કોન્સ. અશોકભાઇ સોલંકી દ્વારા કરવામાં આવેલ છે.
*રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી*

IMG-20230814-WA0009.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *