જિલ્લાની ‘સેલ્ફ હેલ્પ ગ્રુપ’ ની મહિલાઓને ‘ડિજીટલ પેમેન્ટ’ અને ‘ડિજીટલ બેંકિંગ’ જેવા વિષયો અંગે માહિતગાર કરી બેન્કિંગ સુવિધા આપવા માટેના ઉપકરણો અને જાહેરાત માટે ની સામગ્રીનું વિતરણ બોડેલી સેવા સદન ખાતે કરવામાં આવ્યું
બોક્સ
કરીને તમામ બહેનો પોતાના ગામમાં ડિજિટલ સુવિધાની શરૂઆત કરી આત્મનિર્ભર થઈ શકે
એક ગ્રામપંચાયત, એક બી.સી.સખી’યોજનાને સાર્થક કરવા તરફ છૌટા ઉદેપુરની બહેનોની પહેલ
છોટાઉદેપુર જિલ્લાની 34 SHG બહેનો માટે કુબેરજી ફિનટેક કંપની દ્વારા યોજાયો એક બી.સી.સી નિમણૂંક કાર્યક્રમ ડિજીટલ બેંકિંગ અનેઓ નલાઈન પેમેન્ટ બાબતે થઇ ચર્ચા. તાલુકા લાઇવલીહુડ મેનજર ગજેન્દ્રભાઈ મોદી અને આસિસ્ટન્ટ પ્રોજેક્ટ મેનેજર નવસિહ એ આપી
આજ રોજ કાર્યક્રમમાં ખાસ હાજરી છોટાઉદેપુરના બોડેલી તાલુકા પંચાયત કચેરી ખાતે સુરતની ફિનટેક કંપની ‘કુબેરજી ટેક પ્રાઈવેટ લીમીટેડ‘દ્વારા બી.સી.સી નિમણૂંક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ, જિલ્લાની ‘સેલ્ફ હેલ્પ ગ્રુપ’ ની મહિલાઓને ‘ડિજીટલ પેમેન્ટ’ અને ‘ડિજીટલ બેંકિંગ’ જેવા વિષયો અંગે માહિતગાર કરી બેન્કિંગ સુવિધા આપવા માટેના ઉપકરણો અને જાહેરાત માટે ની સામગ્રીનું વિતરણક રવાનું હતું જેથી કરીને તમામ બહેનો પોતાના ગામમાં ડિજિટલ સુવિધાની શરૂઆત કરી આત્મનિર્ભર થઈ શકે
આ કાર્યક્રમમાં તાલુકા પંચાયત બોડેલી ‘તાલુકા લાઇવલીહુડ મેનેજર ગજેન્દ્રભાઈ મોદી હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં વિવિધ વિષયો અંગે ચર્ચા કરવામાં આવી હતી, જેમાં ખાસ કરીને ઓનલાઈન બેંકિંગ, અને અન્ય ડિજીટલ સેવાઓનો સમાવેશ થાય છે. કાર્યક્રમની શુરુઆતમાં કુબેરજી અંગે પરિચય આપતા કુબેરજી ટીમના સભ્યો દ્વારા કુબેરજીની વિવિધ સેવાઓનો પરિચય આપવામાં આવ્યો હતો. તાલુકા લાઇવલીહુડ મેનેજર ગજેન્દ્રભાઈ મોદી કાર્યક્રમમાં ઉપસ્થિત મહિલાઓને ડિજીટલ સેવાઓ અને તેના વિવિધ ફાયદાઓ અંગે SHG ગ્રુપની આ મહિલાઓને પ્રારંભિક જ્ઞાન આપ્યું હતું.કુબેરજીની ટીમના સભ્યો દ્વારા ઉપસ્થિત SHG ગ્રુપની મહિલાઓને બીસી તરીકેની સુવિધા આપવા માટેની કીટ નું વિતરણ કરી આ કીટ ના ઉપયોગ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા.
કુબેરજી ટીમ ના સભ્યોના મતે કુબેરજીની ‘માઇક્રો એટીએમ’ ની સેવાનો ઉપયોગ કરી ગ્રામજનો પોતાના એટીએમ કાર્ડ દ્વારા તેમના બેંક એકાઉન્ટ માર્થી પૈસાની લેવડ દેવડ કરી શકે છે. તેઓ કૈરા ડિપોઝીટ, કેશ વિદ્રા, બેલેન્સ ઇન્ક્વાયરી, મીની સ્ટેટમેન્ટ જેવી વિવિધ ટ્રાન્ઝેક્શનની પ્રક્રિયાઓ કરી શકે છે. તે ઉપરાંત, કુબેરજીની એઇપીએસ રોવા દ્વારા વ્યક્તિ પોતાના આધારકાર્ડનો ઉપયોગ કરી પોતાના આધાર એનેબલ બેંક એકાઉન્ટ માંથી પૈસાની લેવડ-દેવડ કરી શકે છે. વધુમાં ટીમના સભ્યો દ્વારા એ પણ જણાવવામાં આવ્યું હતું કે, કુબેરજી દ્વારા આ તમામ સેવાઓ ઉપર ઉત્તમ કમિશન પણ આપવામાં આવે છે. SHGની મહિલાઓ કુબેરજી સાથે ‘બેંકિગ કોરેસ્પોન્ડેન્ટ’ તરીકે જોડાય આ વિવિધ સેવાઓ પોતાના ગામમાં ઓફર કરશે અને કુબેરજી દ્વારા વિવિધ સેવાઓ ઉપર મળતા કમિશન રૂપે એક ઉત્તમ આવક મેળવી શકશે.
બહેનોની આર્થિક અડચણ દૂર કરવા એમને આ કીટ લેવા માટે ગુજરાત સરકારના GLPC વિભાગ માંથી લોન મેળવવામાં મદદ પણ કરવામાં આવી
હતી. તેમણે જણાવ્યું હતું કે, આ લોન થી કોઈપણ મહિલા સરળતાથી એક બેંકિંગ કોરેસ્પોન્ડેન્ટ તરીકે પોતાનો બિઝનેસ રારુ કરી શકશે.
સુરતની ફિનટેક કંપની ‘કુબેરજી ટેક પ્રાઇવેટ લીમીટેડ’, પોતાની ડિજીટલ બેંકિગ સેવાઓને માઈક્રો એટીએમ અને એઇપીએસ જેવી ટેકનોલોજીની મદદથી ગુજરાતના અંતરિયાળ ગામો સુધી પહોંચાડવાનું લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે પ્રયત્નશીલ છે. કુબેરજીના આ પ્રયાસ દ્વારા ઘણા જિલ્લાઓના અંતરિયાળ વિસ્તારોમાં મૂળભૂત બૅન્કિંગ સુવિધાઓ બેંકિંગ કોરસ્પોન્ડન્ટ દ્વારા ઉપલબ્ધ કરી શકાય છે. કુબેર દ્વારા કરવામાં આવી રહેલા આ પ્રયાસો એક ઉમદા અને સરાહનીય બાબત છે.
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


