ગૌતમ પરમાર પોલીસ મહાનિરીક્ષક ભાવનગર વિભાગ ભાવનગર નાંઓ દ્વારા ગેરકાયદેસર સરકાર માન્ય એલોપેથીક સારવાર કરવા માટેની ડિગ્રી વગર ક્લિનિક ચલાવી દર્દીઓ પાસેથી ફી લઇ સારવાર આપી પૈસા વસુલ કરી ડોકટરની રજી.મેડીકલ પ્રેકટીશનરને લગતી ડિગ્રી ન હોવા છતાં એલોપેથીક દવાઓ તથા મેડિકલને લગત સાધન સામગ્રી અંગે ચેકીંગ હાથ ધરી ગેરકાયદેસર મળી આવ્યેથી કાયદેસરની કાર્યવાહી કરવા સુચનાં આપેલ હોય જે અન્વયે પોલીસ અધિક્ષક હિમકર સિંહ અમરેલીનાઓનાં માર્ગદર્શન હેઠળ અમરેલી જીલ્લામાં આવા બોગસ ડોક્ટરોની ડિગ્રી વગર ક્લિનિક ચલાવી મેડિકલ પ્રેકિટસ કરી આવા કૃત્યથી માનવ જીંદગી જોખમાય તેમ હોય તેવુ પોતે જાણતા હોવા છતા દર્દીઓને નિદાન/સારવાર આપી માનવ જીંદગી સાથે ચેડા કરનાર વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા જરૂરી સુચનાં અને માર્ગદર્શન આપવામાં આવેલ જે અનુસંઘાને એસ.ઓ.જી.પોલીસ ઈન્સ્પેક્ટર.એસ.જી.દેસાઇ તથા એસ.ઓ.જી. પોલીસ સબ ઈન્સ્પેક્ટર કે.ડી.હડીયા તથા એન.બી.ભટ્ટ તથા એસ.ઓ.જી.ટીમ અમરેલી જિલ્લામાં આવા બોગસ ડોક્ટરની માહિતી મેળવી અને તેઓ વિરૂધ્ધ કડક કાર્યવાહી કરવા સતત પ્રયત્નશીલ રહેલ હોય જે અન્વયે અમરેલી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન ખાનગી બાતમીરાહે હકિકત મળેલ કે અમરેલી તાલુકાનાં વડેરા ગામે ભરવાડ શેરીમાં જગદિશભાઇ કાનાભાઇ ભરવાડના તથા અલ્પેશભાઇ પરષોતમભાઇ સોહેલીયાનાં ભાડાના મકાનમાં ગેરકાયદેસર દવાખાનુ/કલીનિક ચાલતું હોય જે અન્વયે સદરહું જગ્યાએ તાલુકા હેલ્થ ઓફીસરશ્રી તથા ફાર્માસીસ્ટ સાથે રેઇડ કરતા મજકુર બે ઈસમોને એલોપેથીક દવાઓ-દવાની બોટલો ઇન્જેકશન તથા સિરપની બોટલો-ટયુબ વિગેરે મેડિકલને લગતી સાધન સામગ્રીના જથ્થા સાથે ઝડપી પાડવામાં સફળતા મળેલ છે.
*પકડાયેલ ઈસમોના નામ :-*
(૧) મયુરભાઇ પ્રેમજીભાઇ સાવલીયા ઉ.વ.૩૫ ધંધો-ડોકટર રહે.વડેરા તા.કુકાવાવ-વડીયા જિ.અમરેલી.
(૨) કિર્તીભાઇ વેણીભાઇ જોષી ઉ.વ.૫૭ ધંધો-ડોકટર રહે. અમરેલી બ્રાહ્મણ સોસાયટી સ્વામીનારાયણનગર તા.જિ.અમરેલી.
*કબ્જે કરેલ મુદ્દામાલ ઃ-*
મજકુર પકડાયેલ ઈસમો (૧) મયુરભાઇ પ્રેમજીભાઇ સાવલીયા પાસેથી એલોપેથીક દવાઓ તથા મેડિકલને લગત સાધન સામગ્રી વસ્તુ કુલ નંગ-૩૭ કુલ કિ.રૂા.૭૧૯૯/- ના મુદ્દામાલ સાથે તથા (૨) કિર્તીભાઇ વેણીભાઇ જોષી પાસેથી એલોપેથીક દવાઓ તથા મેડિકલને લગત સાધન સામગ્રી વસ્તુ નંગ-૩૧ કુલ કિ.રૂા.૩૯૭૧/- ના મુદ્દામાલ સાથે તથા પકડી પાડવામાં આવેલ છે. અને બન્ને ઈસમો વિરૂધ્ધ ગુનાઓ રજી. કરી આગળની ઘટીત કાર્યવાહી અર્થે અમરેલી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપવામાં આવેલ છે.
આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક હિમકર સિંહ નાઓની સુચનાં અને માર્ગદર્શન હેઠળ અમરેલીએસ.ઓ.જી.પોલીસ ઈન્સ્પેક્ટર એસ.જી.દેસાઇ તથા એસ.ઓ.જી.પોલીસ સબ ઇન્સ્પેક્ટરશ્રી કે.ડી.હડીયા તથા એન.બી.ભટ્ટ તથા એસ.ઓ.જી.ટીમ ના એ.એસ.આઇ. યુવરાજસિંહ સરવૈયા તથા સંજયભાઇ પરમાર તથાપો.હેડ.કોન્સ.મનિષભાઇ ગઢવી તથા પો.કોન્સ. જીજ્ઞેશભાઇ પોપટાણી તથા પો.કોન્સ. જનકભાઇ કુવાડીયાનાઓ દ્વારા બે બોગસ ડોક્ટરોને એલોપેથીક દવાનાં જથ્થા સાથે ઝડપી પાડવામાં સફળતા મળેલ છે.
*રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી*

