ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી જૂનાગઢ દ્વારા આજરોજ G20 and PM’s Vision: Young India, Strong India” થીમ ઉપર માહિતીપ્રદ સેમીનાર યોજાયો હતો. જેમાં મુખ્ય વક્તા તરીકે બોલતા જુનાગઢના કલેકટરશ્રી અનિલકુમાર રાણાવસિયાએ જણાવ્યું હતું કે આજના વૈશ્વિકરણમાં દુનિયાના કોઈ એક દેશમાં બનતી ઘટનાની અસર અન્ય દેશો ઉપર પણ ઝડપથી પડે છે ત્યારે G20 ની યજમાનીને કારણે ભારતમાં છેવાડાના માણસના કલ્યાણનો માર્ગ મોકળો બન્યો છે. સમગ્ર વિશ્વના દેશો ભારતને વિશ્વગુરુ તરીકે સ્વિકારવા લાગ્યા છે ત્યારે ભારતના માન અને આબરૂ ટોચના સ્થાને છે. ભારતના ભવ્ય સાંસ્કૃતિક વારસાએ દુનિયાના અન્ય દેશોને પણ પ્રેરણારૂપ સંસ્કારોથી અવગત કર્યા છે. કલેકટરશ્રીએ ડીજીટલ ઇન્ડિયા, ઓનલાઈન પેમેન્ટ, સસ્તો મોબાઈલ ડેટા, ટ્રાન્સપોટેશનની સગવડ, ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટ, મેઇક ઇન ઇન્ડિયા કન્સેપ્ટ વિગેરે વિષે પણ વિસ્તૃત માહિતી આપી હતી. વક્તવ્યને અંતે વિદ્યાર્થીઓ સાથે રસપ્રદ પ્રશ્નોતરી પણ કરવામાં આવી હતી. જેમાં સ્ત્રીસશક્તિકરણ, યુ.પી.એસ.સી.જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી, માનસિક અને શારીરિક રીતે ફીટનેશનું મહત્વ, સેલ્ફ ડીસીપ્લીન, દેશનો વિકાસ વિગેરે સંદર્ભે કલેકટરશ્રીએ ઉપયોગી ઉતરો આપ્યા હતા.
અધ્યક્ષસ્થાનેથી બોલતા ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિશ્રી પ્રો.(ડૉ.) ચેતનભાઇ ત્રિવેદીએ જણાવ્યું હતું કે પરંપરાગત જુનવાણી માનસિકતામાંથી બહાર નીકળી નવા વિચારો સાથે પરિવર્તિત થવું તે જ ‘નયા ભારત બદલતા ભારત’ની સાચી નિશાની છે. દેશના વિકાસમાં રાજકીય અભિગમ, કર્મચારીઓનો એપ્રોચ તથા લોક્ભાગીદારી અતિ મહત્વના હોવાનું તેઓએ જણાવ્યું હતું. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘પંચપ્રણ પ્રકલ્પ’ને કુલપતિશ્રીએ નવા ભારતનો અને આઝાદીના અમૃતકાળનો સાચો મંત્ર ગણાવ્યો હતો. યુનિવર્સિટીના કુલસચિવશ્રી ડો.ડી.એચ.સુખડીયાએ કુલપતિશ્રીનું સ્વાગત કર્યું હતું.
યુનિવર્સિટી ગાનથી શરુ થયેલ સેમિનારમાં મહેમાનોનો પરિચય અને શાબ્દિક સ્વાગત અંગ્રેજી ભવનના અધ્યક્ષ પ્રો.(ડો.)ફિરોઝ શેખે કર્યું હતું અને અંતમાં આભારવિધિ સમાજશાસ્ત્ર ભવનના અધ્યક્ષ પ્રો.(ડો.)જયસિંહ ઝાલાએ કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સફળતાપૂર્વક સંચાલન એન.એસ.એસ. કોઓર્ડીનેટર અને યુનિવર્સિટીના G20 ના નોડલ ઓફિસર ડો.પરાગ દેવાણીએ કર્યું હતું. રાષ્ટ્રગીત સાથે સેમિનારનું સમાપન થયું હતું.

