દાતાના મર્હુમ વડીલોની સ્મૃતિ યાદ માટે મોટી રકમનું દાન કરાતા ખુશીની લાગણી જોવા મળી…
સુખ માનવ જીવન માટે વણાયેલા છે સુખી બનીને સમાજને સારા કાર્યમાં મદદ કરી ગયાં તેજ કંઇક જીવી ગયાં ગણાય સમાજ સુધારણાના ક્ષેત્રે, ઉના ગીરગઢડા તાલુકા પ્રમુખ તેમજ ગીર સોમનાથ જિલ્લા મુસ્લિમ સમાજના ઉપ પ્રમુખ તરીકે નેતૃત્વ કરી ચુકેલા છે. અને વર્તમાન ઉના તાલુકા સંધિ મુસ્લીમ સમાજના અધ્યક્ષ તરીકે સેવા આપતા મુન્નાભાઈ ઉસ્માનભાઈ ઉનડજામ દ્વારા એક પ્રેરણા દાયક ઉત્કૃષ્ટ ઉદાહરણ રૂપી કાર્ય કરીને તેમણે પોતાના માદરે વતન ઉના તાલુકાના ઉમેજ ગામે આવેલ ધાર્મિક જગ્યા મસ્જીદના તામીર કામ માટે પોતાના મર્હુમ પિતા ઉસ્માનભાઈ નિભાવભાઈ ઉનડજામ મર્હુમ દાદા પરદાદા અને મર્હુમના પૂર્વજોનાં સ્મૃતિ સ્વરૂપે (ઈસા અલેહ સવાબ) અર્થે રૂ. ૧૦ લાખ ૫૧ હજારનું દાન આપી પ્રેરણા સ્ત્રોત કાર્ય કરતા સમગ્ર મુસ્લિમ સમાજ તેમજ સંધિ મુસ્લીમ સમાજમાં દાતા મુન્નાભાઈ ઉસ્માનભાઈ ઉનડજામની દિલેહરી ભર્યા સખાવતનાં નેક કામની શુભેચ્છાઓ આપી હતી.
ઉમેજ ગામે મુસ્લિમ સંધિ સમાજના પ્રમુખ ઈમ્તિયાઝભાઈ કાળુભાઇ ઉનડજામ, ઉપ પ્રમુખ ઈબ્રાહીમભાઈ હાજીભાઈ, યાસીનભાઈ ઉસ્માનભાઈ ઉનડજામ, હુશેનભાઈ મીઠુભાઈ ઉનડજામ, હબીભાઈ આમનભાઈ ઉનડજામ, રહીમભાઈ સુમારભાઈ ઉનડજામ, સુમારભાઈ મામદભાઈ, અમીનભાઈ સુલેમાનભાઈ જોખીયા, ઈસુબભાઈ જુસબભાઈ, અલ્લારખા મુરાદભાઈ, મુસાભાઇ કરીમભાઈ ઉનડજામ સહિતના અગ્રણીઓની ઉપસ્થિતિ વચ્ચે ઉના ગીરગઢડા સમસ્ત મુસ્લિમ સમાજનાં પૂર્વ પ્રમુખએ મસ્જીદની તામીર માટેની રૂ.૧૦.૫૧ લાખ રકમ અર્પણ કરવામાં આવી હતી. મુસ્લિમ સમાજના યુવા આગેવાન મુન્નાભાઈ ઉસ્માનભાઈ ઉનડજામ દ્વારા નેક કાર્યની શરૂઆત કરી મોટી રકમનું દાન પોતાના પિતા અને પૂર્વજો પાછળ આપી તેમની સ્મૃતિને કાયમી યાદગાર બનાવતા સમગ્ર પરિવારે પણ ખુશી વ્યક્ત કરી હતી.

