ગીર સોમનાથ જિલ્લામાં બાગાયતી ખેતી કરતા ખેડુતોને વાવાઝોડા દરમ્યાન ધ્યાનમાં રાખવા જેવી કેટલીક મહત્વની બાબતો જેથી સંભવીત નુકશાનથી બચી શકાય.
જેમા ખેડૂતોએ નવા ફળપાકોનું વાવેતર વાવાઝોડાની આગાહી સમય દરમ્યાન ટાળવુ.અને જો તાજેતરમાં વાવેતર કરેલ તથા જુના વાવેતર કરેલ પાકોમાં મજબુતાઈ માટે જરુર પુરતા ટેકા આપવા અને બાગાયતી પાકોમાં વાવાઝોડા દરમ્યાન પિયત આપવાનું ટાળવુ અને જુના બગીચા હોયતો ઝાડની છટંણી કરવી જેથી ભારે પવન/વરસાદ દ્વારા થનાર નુકશાની નિવારી શકાય.ખેડુતોએ નેટહાઉસ/ગીનહાઉસ બનાવેલ હોયતો શક્ય હોયતો નેટ/પોલી ફિલ્મ ઉતારી લેવી તેમજ પાક કાપણી અવસ્થાએ હોયતે પાકોના ફળ ઉતારી લેવા અને કેળ પપૈયા જેવા પાકોમાં ટેકા આપવા.
તદુપરાંત મંડપ પધ્ધતિથી વાવેતર કરેલ વેલાવાળા પાકોમાં હાર્વેપ્ટીંગ કરવુ અને શક્ય હોયતો પાન ખેરવી નાખવા તેમજ મલ્ચીંગ શક્ય બને તો ભેગુ કરી સંકેલી લેવુ.તેમજ શાકભાજી પાકોમાં આગોતરી પાક કાપણી કરી ફળ-શાકભાજી ઉતારી લેવા/વ્યવસ્થીત સંગ્રહ કરવા અથવા સમયસર વેચાણ અંગે નિકાલ કરવો અને છટંણી/પુનીંગ માટેના સાધનો જેવા કે હાથ કરવત, ચેઈન-સો, નિસરણી, વાયરો, હાથવગા રાખવા અને જરુરીયાત પડે તો નવા વસાવી લેવા અને વધુમાં અન્ય નિયમિત સાવચેતીના પગલા સમયસર લેવા.
જો વરસાદી પાણીનો ભરાવો થતો હોયતો પાણીના તાત્કાલીક નિકાલની વ્યવસ્થા ચકાસી લેવી/સાફ-સફાઈ અંગેની અગોતરું આયોજન કરી લેવું.તેમજ ભયજનક મોટા ઝાડ, શેઢા પાળા પરના ઝાડ અન્ય પાકોને નુકશાન ન કરે તે રીતે છટંણી કરવી.અને અગમચેતી રુપે જરુરી જંતુનાશક/ખાતરોને વ્યવસ્થીત ઢાંકીને સંગ્રહ કરવો જેથી વાવાઝોડા બાદ જરુર પડ્યે તાત્કાલીક ઉપયોગ કરી શકાય વગેરે જેવી ભલામણો કરવામાં આવે છે.
