Gujarat

કંડલા પોર્ટ પર જેટી નંબર ૬ પાસે લીફ્ટિંગ બેલ્ટ તૂટી જતા ક્રેન નીચે પટકાઈ

કચ્છ
કચ્છ જિલ્લામાં આવેલા કંડલા પોર્ટ પર મોટી દુર્ઘટના ઘટી છે. જેટી પર ઓપરેશન વર્ક સમયે લીફ્ટિંગ બેલ્ટ તૂટી જતા એક ક્રેન અચાનક નીચે પટકાઈ ગઇ હતી. આ ક્રેનમાં અકસ્માત થયો તે સમયે ડ્રાયવર પણ હાજર હતો. કંડલા પોર્ટ પર જેટી નંબર ૬ પાસે આ ઘટના બની હતી.જાે કે સદનસીબે આ ઘટનામાં કોઇ જાનહાની થઇ નથી. જાે કે અકસ્માતની આ ઘટનાનો લાઈવ વીડિયો સામે આવ્યો છે. જેમાં જાેઇ શકાય છે કે લીફ્ટિંગ બેલ્ટ તૂટી જતા ક્રેન ડ્રાયવર સાથે ઊલટી થઇ જાય છે અને જમીન પર તીવ્ર ગતિથી પટકાય છે. ક્રેનમાં હાજર ડ્રાયવર પણ નીચે પટકાય છે. જાે કે સદનસીબે તેનો આબાદ બચાવ થયો છે.

File-02-Page-03.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *