ભાવનગર રેન્જ આઇ.જી.પી.શ્રી ગૌતમ પરમાર નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમાં બનતા ખુન જેવા ગંભીર ગુન્હાઓમાં નાસતા ફરતા આરોપીઓ પકડવા માટે જરૂરી સૂચના આપેલ હોય જે અન્વયે અમરેલી પોલીસ અધિક્ષક શ્રી હિમકર સિંહ નાઓએ ખુન જેવા ગંભીર ગુન્હાને અંજામ આપી,નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢી તેમના વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવા જરૂરી સુચના આપેલ હોય જે અનુસંધાને સાવરકુંડલા ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષક શ્રી એચ.બી.વોરા સાહેબનાઓ તથા ધારી સર્કલ પો.ઇન્સ. શ્રી કે.સી.રાઠવા નાઓના માર્ગદર્શન હેઠળ ચલાલા પો.સબ.ઇન્સ શ્રી કે.એલ.ગળચર તથા ચલાલા પોલીસ ટીમ દ્વારા ચલાલા પો.સ્ટે એ પાર્ટ ગુ.રુનં.૧૧૧૯૩૦૧૩૨૩૦૦૧૯/૨૦૨૩ આઇ.પી.સી કલમ -૩૦૨ મુજબ ના ગુન્હાના કામના આરોપીને મહારાષ્ટ્ર રાજ્યનાં આંબલી પુનર્વસન દેવમોગરા નગર તા-અલકુવા જી-નંદુરબાર (મહારષ્ટ્ર) થી ટેક્નિકલ તથા હ્યુમનસોર્સ આધારે પકડી પાડી આરોપીને ઉપરોક્ત ગુન્હાના કામે ધોરણસર અટક કરી કાર્યવાહી કરવામાં આવેલ છે.
પકડાયેલ આરોપી
(૧) દિલીપભાઇ બોડીયાભાઇ તડવી ઉ.વ.૩૫ રહે. આંબલી પુનર્વસન દેવમોગરા નગર તા-અક્કલકુવા જી-નંદુરબાર (મહારષ્ટ્ર)
ગુન્હાની વિગત
(૧) ચલાલા પો.સ્ટે એ પાર્ટ ગુ.રુનં.૧૧૧૯૩૦૧૩૨૩૦૦૧૯/૨૦૨૩ આઇ.પી.સી કલમ -૩૦૨ મુજબ
આ કામગીરી ચાલાલા પો.સબ.ઇન્સ કે.એલ.ગળચર તથા અના.હેડ.કોન્સ ઇકબાલભાઇ કાલીયા તથા પો.કોન્સ મહેન્દ્રસિંહ સરવૈયા તથા પો.કોન્સ રોહીતભાઇ રાખોલીયા વી.પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે…
રિપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી


